હાલોલ માં લોકલ બોર્ડની કચેરી જે ઝારોલા વણિક સમાજની વાડી પાસે આવેલ છે. જેને ભૂતકાળમાં સરકારી ઢોર ડબ્બો સીટી સર્વે નંબર 472, 473, 1474 વાળી મિલકત ધરાવતી હતી. સદર લેન્ડ રેવન્યુ કોડની કલમ 45 અને 52 હેઠળ મહેસુલ ભરવાપાત્ર હોય તેવી જમીનો પંચાયત વેચાણ આપેલી હોય તેવી જમીનો બિનનફાકારક હેતુઓ માટે પાલિકા કે નગર પંચાયત કે પંચાયતે ધારણ કરેલી જમીનનું અને તાલુકા અને જિલ્લા પંચાયતોને બિન નફાકારક જાહેર હેતુઓ માટે આપેલી જમીનોનો વેપલો ચર્ચામાં છે. હાલોલ નગરના સિનિયર સિટીઝન શાહ ગોપાલદાસ જીવનલાલ રહે નંદલાલ શેરી અે આરટીઆઇ માં માગ કરી છે.
કે ઢોર ડબ્બાની જગ્યાએ બનેલ શોપિંગ સેન્ટરમાં ઓફિસો દુકાનો બનાવી વેચાણ કરવા સબંધે પાલિકા દ્વારા કરાયેલ ઠરાવની પ્રમાણિત નકલ, શોપિંગ સેન્ટર ઉભું કરવાના સમયે પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખનો સમય ગાળો, શોપિંગ સેન્ટર બનાવના કામે નકશા અંદાજપત્રોની પ્રમાણિત નકલ તેમજ નકશા તૈયાર કરનાર પાલિકાના ટેક્નિકલ કર્મચારીનું નામ હોદ્દો અને સેવાનો સમય ગાળો, અંદાજપત્રો તાંત્રિક મજુંરીની નકલ સાથે તાંત્રિક મંજૂરી આપનાર અધિકારીનું નામ હોદ્દો, શોપિંગ સેન્ટરના નિર્માણ કામે પાલિકાને મળેલ ભાવપત્રકો તેમજ તુલનાત્મક પત્રકની પ્રમાણિત નકલ સહિત ના મુદ્દા સંગત માહિતી મગાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.