હાલોલ નગરપાલિકા ના અણઘડ વહીવટ સાથે પાલિકાના વોર્ડ ન 3 અને 5 માં પાલિકાની ચૂંટણી આવાની તૈયારી થઈ ગઈ છે. તેમ છતાં સાડા ચાર વર્ષના વહાણો વીતી ગયા છતાં વિસ્તારના લોકો વિકાસ ના કામો તો ઠીક પણ પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. હાલ કોરોના કન્ટ્રોલમાં આવતા સરકાર દ્વારા કોરોનાના નિયમો હળવા કરી દેવાતા હવે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી શક્ય બની છે. ત્યારે હાલ મોહરમ પર્વ ચાલી રહયો છે. જેમાં હાલ મોહરમ પર્વને લઈ શહેર માં ઠેર ઠેર તાજીયા બેસાડવાની તૈયારીઓ ચાલી રહી છે.
ત્યારે છેલ્લા ત્રણ વર્ષ થી શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની ગોકળગાયની નિતીરિતીના પગલે શહેરિજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના કરીમ કોલોની કસ્બા ખાતે તાજીયાની પધરામણી થાય છે. વિસ્તારમાં મહિનાઓથી ગટરલાઈનની અધુરીકામગીરીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તાજીયા લાવવા લઇ જવાનો રસ્તો કાદવ કીકચડથી બિસ્માર થઈ જતા ચાલીને તો ઠીક વાહન લઇ ને જવું પણ મુશ્કેલ બન્યું છે. તેવામાં મોહરમ હોવાને લઇ રોડ રસ્તાની સાફસફાઈ માટે વિસ્તારના ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકાના જવાબદાર સત્તાધીશોને વારંવાર રજુઆત કરવા છતાં પોતાનો સ્વાર્થ ખટાઈ ગયા બાદ તું કોણ ને હું કોણ જેવી સ્થતિ ને લઈ મોહરમ પર્વ શરૂ થઇ ગયો હોવા છતાં રસ્તાઓની મરામત ન થતા આખરે વિસ્તારના લોકો એ ફાળો ભેગો કરી જેસીબી મસીન મગાવી રસ્તાની સાફસફાઈ કરવાનો વારો આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.