હાલોલ તાલુકાની વાઘબોડ ગ્રામ પંચાયતના ઇશ્વરીઆ ગામે નવી નગરીમાં રહેતા દેવ ડેમના વિસ્થાપિત આદિવાસીઓ પાછલા છ વર્ષથી વિકાસને શોધી રહ્યા છે. અહીં રહેતા ત્રીસેક જેટલા મજૂરી ઉપર નભતા નાયક પરિવારોને ઇરાદાપૂર્વક પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા હોય એવું ત્યાં વસેલા પરિવારોને લાગી રહ્યું છે. મજૂરી ઉપર જીવતા અને અલ્પશિક્ષિત હોવાથી તેઓ કોઈને રજુઆત પણ નથી કરી શકતા.અલ્પશિક્ષિત હોવાથી તેઓ કોઈને રજુઆત પણ નથી કરી શકતા.
પાઈપલાઈનો દ્વારા ઘરઆંગણે પાણી આવશે તેની રાહ
હાલોલ તાલુકાની વાઘબોડ ગ્રામ પંચાયત માં આવતા ઇશ્વરીઆ ગામમાં વસેલા નવી નગરીના આદિવાસી નાયક પરિવારોને પીવા માટેના અને વાપરવાના પાણી માટે આજે પણ વલખા મારવા પડી રહ્યા છે. છ એક વર્ષ પહેલાં 'નલ સે જલ' યોજના હેઠળ આ વિસ્થાપિત પરિવારો માટે પાણીની સુવિધા સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા ઉભી કરવામાં આવી હતી.
પાણીની સુવિધા સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા ઉભી કરવામાં આવી હતી
ગ્રામ પંચાયત દ્વારા અહીં વસેલા પરિવારો માટે વોટરવર્ક્સ ઉભો કરી ઘરે ઘરે પાણીના નળ લગાવવામાં આવ્યા હતા. સરકારી ગ્રાન્ટમાંથી નાયક આદિવાસીઓની પ્રાથમિક સુવિધા માટે ખર્ચ કરવામાં આવેલો છતાં અહીં રહેતા પરિવારો છેલ્લા છ વર્ષથી બનાવવામાં આવેલા આ વોટરવર્ક્સ અને નાખવામાં આવેલી પાઈપલાઈનો દ્વારા ઘરઆંગણે પાણી આવશે તેની રાહ જોઈ રહ્યા છે.
અલ્પશિક્ષિત હોવાથી કોઈને રજુઆત પણ નથી કરી શકતા
એક વિધાનસભાની ચૂંટણી, એક લોકસભાની અને એક-બે સરપંચની ચૂંટણીઓમાં આ વિસ્થાપિત નાયકોએ મતદાન કર્યું. છતાં અહીં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા અને જીતેલા નેતાઓ આ નાયકોને પ્રાથમિક સુવિધાઓ અપાવી શક્યા નથી. ગ્રામજનોને સબરી જેવો વિશ્વાસ છે, કે તેમના ઘરે પણ એક દિવસે વિકાસ ચોક્કસ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.