તાજીયાની તૈયારીઓ શરૂ:હાલોલના મુસ્લિમો તાજીયાને કલાત્મક શણગાર કરવામાં જોતરાયા, પાંચ દિવસ પછી તાજીયાનું ઝુલુસ નીકળશે

હાલોલ9 દિવસ પહેલા

હાલોલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાંચ દિવસ બાકી છે ત્યારે મુસ્લિમ યુવકો કલાત્મક તાજીયા નિર્માણ કરવાની કામગીરીમાં જોતારાયા છે. મહોરમ પર્વ ને થોડા દિવસો બાકી છે, તેવામાં હાલોલ મુસ્લિમ બિરાદરો કલાત્મક તાજીયા નિર્માણ કરવાના કામે જોતારાયા છે. મુસ્લિમ યુવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે.

મોહરમ પર્વની ઉજવણી આગામી તા.9 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જ્યારે મોહરમ હિજરી સવંત મુજબ ઇસ્લામનો પ્રથમ માસ છે. જેને લઇ નગરમાં ઠેર-ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે આ ઉજવણીમાં નગરના હુસેની ચોક કસ્બા ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ હાલોલના તમામ તાજિયા એકત્રિત થઈને બપોરે ભવ્ય ઝુલુસ નીકળશે. જેને લઇ નગરના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...