અકસ્માત:ડમ્પર સાથે અકસ્માત થતાં કન્ટેઇનરનો ડ્રાઇવર ફસાયો

હાલોલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા-ગોધરા હાઇવેના હાલોલ બાયપાસની ઘટના

વડોદરા - ગોધરા હાઇવેના હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલ કંજરી ચોકડી ઉપર ડમ્પર અને કન્ટેઇનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે સદ્ નસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ કન્ટેઇનર માં ફસાયેલા ડ્રાઇવર ને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવમાં આવી રહી છે. અકસ્માત નિવારવા માટે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર્સ વધુ એક વખત અકસ્માતનું કારણ બન્યા છે. આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે સ્પીડ બ્રેકરને કારણે બ્રેક મારતા પાછળ આવી રહેલું કન્ટેઇનર ટ્રક ની પાછળ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં કન્ટેઇનર ચાલક ગંભીર રીતે ઘવાયો છે. કેબિનના ફુરચા ઉડી જતા ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા ક્રેઇન સહિતના સંસાધનોની મદદ લેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...