40મો વાર્ષિક રમોત્સવ:હાલોલની MGM શાળા ખાતે જિલ્લાના રમત અધિકારી ઉપસ્થિત રહ્યા; બાળકોમાં રહેલા કૌશલ્યને પ્રદર્શિત કરાયું

હાલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ MGM શાળામાં વાર્ષિક રમોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પંચમહાલ જિલ્લાના રમત અધિકારી એમ.એસ. મયુરબાલા ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. આ રમોત્સવમાં શાળાના જુનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીના બાળકોએ પોતાનામાં રહેલા કૌશલ્યને પ્રદર્શિત કર્યા હતા.

મનોરંજનાત્મક રમતોનું આયોજન
હાલોલની MGM સ્કૂલના યોજાયેલા 40માં વાર્ષિક રામતીત્સવમાં શાળાના બાળકોએ ડમ્બલ્સ, પી.ટી., રીંગ કવાયત, સાડી પ્રદર્શન દ્વારા વ્યાયામ તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા પિરામિડ ફુગ્ગા સાથે કવાયત અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રામતોત્સવના અંતમાં વાલીઓ અને શિક્ષણ ગણ દ્વારા મનોરંજનાત્મક રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત ખુરશી અને શંકુનું સમતોલ જેવી રમતો પણ યોજવામાં આવી હતી.

વાલીઓ પણ આનંદિત થયા
રમતોત્સવના અંતે બાળકો સાથે ઉપસ્થિત રહેલા વાલીઓ વચ્ચે પણ સ્પર્ધાત્મક રમતો યોજાઈ હતી. બાળકો સાથે-સાથે વાલીઓ પણ જીવનની વ્યસ્તતા વચ્ચે ખેલકુદનો હિસ્સો બન્યા હતાં. આથી વાલીઓ પણ આનંદિત થયા હતા અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...