કાર્યવાહી:હાલોલમાં 4 માસથી છુપાઇને રહેતોબૂટલેગર ઝડપાયો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા પોલીસની ઘોંસ વધતાં છુપાયો હતો

વડોદરા બપોદ પોલીસે સરદાર એસ્ટેટ પાછળ કેટરિંગના ગોડાઉનમાંથી કુખ્યાત ગુનેગાર અનિલ ઉર્ફે એંથોની ગંગવાની અને બુટય ઉર્ફે બંટી તિવારીનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. દારૂના જથ્થા સહિત 2 કાર 4 બાઇકો સાથે કુલ રૂા.19.61 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી હતી. દારુના ગુનામાં વોન્ટેડ આરોપી પર વડોદરા પોલીસની ઘોસ વધતા બંટી 4 મહિનાથી હાલોલની સોસાયટીમાં ઘર ભાડે રાખી સંતાઈને રહેતો હતો. દરમિયાન હાલોલ પોલીસે તા.18 મે ના રોજ બાતમી આધારે હાલોલ બસ સ્ટેન્ડ પરથી વોન્ટેડ બંટીને ઝડપી વડોદરા બપોદ પોલીસને સોંપ્યો છે.

નોંધનીય છે કે કુખ્યાત બૂટલેગર અનિલની વડોદરાની હોટલમાં પોલીસ જાપ્તામાંથી ભાગી છુટયા બાદ હજુ સુધી પોલીસના હાથે પકડાયો નથી. દરમિયાન વોન્ટેડ પોલીસથી બચવા હાલોલ બસ સ્ટેન્ડ નજીક વૈશાલી સોસાયટીમાં દેવીલાલ મહેશ્વરીના મકાનમાં 4 મહિનાથી ભાડે રહેતો હતો. મકાન માલિક દેવીલાલ મહેશ્વરીએ બુટલેગર બંટી તિવારીને મકાન ભાડે આપ્યાની જાણ હાલોલ શહેર પોલીસને ન કરી પોલીસ મથકે કોઈ જ નોંધ ન કરાવી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...