હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે મંદિર ફળિયામાં રહેતા ગોપાલભાઈ દશરથભાઈ રાવળ તથા ફળિયામાં જ રહેતા દીપકભાઈ ચંદુભાઈ રાવળ વચ્ચે ઝઘડો તકરાર સર્જાઇ હતી. જેમાં દીપકભાઈના ઘરે પહોંચી ગોપાલભાઈએ કહ્યું હતું કે તારો દીકરો મારી પત્ની સામે કેમ જુએ છે.
એમ કહી ગાળાગાળી કરી હતી. ત્યારે દીપકભાઈના દીકરા ઉમેશભાઈએ ગોપાલભાઇને કહ્યું હતું કે તું મારી પર વગર કામની શંકા કેમ કરે છે. તેમ કહી બંને પક્ષોએ એકબીજા સામે ગાળાગાળી કરી મારામારી કરી હતી. જેમાં એક બીજાને લાકડી વડે તેમજ ગદડાપાટુનો મારામારી કરતાં બંને તરફના બે લોકોને ઇજાઓ પહોંચી હતી.
જેમાં દીપકભાઈને માથામાં લાકડી વાગતાં તેઓ લોહીલુહાણ થયા હતા. જ્યારે સામે પક્ષે પણ ગોપાલભાઈના દીકરા દક્ષ રાવળને પણ માથામાં લાકડી વાગી જતાં લોહી લુહાણ થઈ જતાં બંને ઈજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.
જેમાં બંને પક્ષોએ એકબીજા સામે મારામારી કરી એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદના આધારે એક પક્ષના ગોપાલભાઈ રાવળ, ભરતભાઈ રાવળ તેમજ સામે પક્ષના ઉમેશભાઈ રાવળ, દીપકભાઈ રાવળ અને ચિરાગભાઈ રાવળ સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.