'એક વિદ્યાર્થી એક વૃક્ષ':શાનેન સ્કૂલમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ ખુશ, આવનારી પેઢીને વૃક્ષો સાથે જોડી રાખવાનો ઉદ્દેશ

હાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલના ગોધરા રોડ ઉપર આવેલ શાનેન સ્કૂલ દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું 'એક વિદ્યાર્થી એક વૃક્ષ' અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

વૃક્ષોથી શાળાની સુંદરતા પણ વધે અને પ્રદુષણ પણ ઘટે
શાનેન સ્કૂલના કમ્પાઉન્ડમાં આજે શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી માટે આવનારી પેઢી શું કરી શકે અને વિદ્યાર્થીઓ વૃક્ષનું મહત્વ સમજે એ આશયથી શાળા પરિવાર દ્વારા બાળકોને સાથે રાખી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાનું શાળાના ચેરમેને જણાવ્યું હતું. વધુમાં વૃક્ષો રોપવાથી શાળાની સુંદરતા પણ વધે અને પ્રદુષણ પણ ઘટે એટલે કે અનેક ફાયદાઓ હોવાથી વૃક્ષ રોપણ જરૂરી હોવાનું પણ શાળાના આચાર્ય એ જણાવ્યું હતું. શાળાના કમ્પાઉન્ડમાં અને આસપાસ ગુલમહોર, આસોપાલવ, લીમડો વગેરે જેવા સારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ પણ વૃક્ષારોપણ કરી ખુશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...