મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા:હાલોલમાં આવેલ શ્રી ગણપતિ રિદ્ધિસિધ્ધિ મંદિરે આજે પવિત્ર ચોથના દિવસે અન્નકૂટના દર્શન યોજાયા

હાલોલ18 દિવસ પહેલા

હાલોલ નગરના કંજરીરોડ ઉપર આવેલ શ્રી ગણપતિ રિદ્ધિસિદ્ધિ મંદિર ખાતે આજે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ રિદ્ધિસિધ્ધિ સંગ બિરાજમાન ભગવાન ગજાનન ને છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવમાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભગવાન સહિત અન્નકૂતના દર્શન કર્યા હતા.

આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક બનેલા હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલ ભગવાન ગણપતિના રિદ્ધિસિધ્ધિ સાથેના મંદિરે આજે કારતીક માસની પવિત્ર ચોથના દિવસે અન્નકૂટમાં છપ્પનભોગ ધરાવવમાં આવ્યો હતો. નગરના પોષ વિસ્તાર કંજરીરોડની શાતુઆતમાં જ એક તરફ શ્રી ગણપતિ તો બીજી તરફ સંકટ મોચન હનુમાનજી બિરાજમાન છે. આજે ગણપતિની ચોથ અને હનુમાનજીનો શનિવાર હોવાથી અહીં સામસામે આવેલા બંને મંદિરોએ શ્રાધ્ધળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ગણપતિ મંદિર ખાતે આજે અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

આજે પવિત્ર ચોથ અને અન્નકૂટના દર્શન હોવાથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. તો આકર્ષક રંગોળી કરવામાં આવી હતી અને મંદિર પરિસરને દીવાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સાંજે આરતી પછી ભક્તોએ દર્શન કરી ભગવાનની પ્રદક્ષિણા કરી હતી. તો કંજરી રામજી મંદિરના મહંત રામશરણદાસજી મહારાજ પણ અત્રે અન્નકૂટના દર્શને આવતા ભક્તોએ તેઓના પણ આશિષ મેળવ્યા હતા. અત્રે રિદ્ધિસિધ્ધિ સાથે બિરાજમાન ગણપતિના મંદિરે ચોથના દર્શન નિયમિત કરવાથી પુત્રપ્રાપ્તિનું ઇચ્છીતફળ પ્રાપ્ત થતું હોવાનું શ્રાધ્ધળુઓ માને છે. સાથે જ રિદ્ધિસિધ્ધિના દર્શનથી ઘરમાં સુખશાંતિ બની રહેતી હોવાનું અહીંના ભક્તો માને છે. એટલે જ ચોથના દિવસે આ ગણપતિના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...