હાઈવે પર બસ પલ્ટી ગઈ:હાલોલ-વડોદરા હાઇવે પર ખાનગી લક્ઝરી બસ પલ્ટી જતા અનેક પેસેન્જરો ઘવાયા; કલાકો સુધી માર્ગ બંધ રહેતા વાહન ચાલકો અટવાયા

હાલોલએક મહિનો પહેલા

હાલોલ-વડોદરા હાઇવે માર્ગ ઉપર વડોદરા નજીક આમલીયારા અને ભણીયારાની વચ્ચે પેસેન્જરમાં ફરતી લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતા અનેક લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી છે. અકસ્માતને પગલે હાલોલથી વડોદરા તરફના હાઇવે માર્ગ ઉપર ભારે ટ્રાફિક થઈ જતા હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. બે કલાક પહેલા હાલોલથી 10 કિલોમીટરના અંતરે ચાર વાહનો ભટકાતા અકસ્માત સર્જાયો હતો અને અત્યારે વડોદરાથી 10 કિલોમીટરના અંતરે લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતા હાલોલ-વડોદરા માર્ગ ઉપર આજે બપોર બાદ ભારે ટ્રાફિક રહ્યો હતો.

વડોદરાથી ગોધરા વચ્ચે ખાનગી પેસેન્જર વાહન ભરતી પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સની લક્ઝરી બસ આજે સાંજે હાલોલ વડોદરા-હાઇવે ઉપર આવેલા ભણીયારા ગામ પાસે પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ગોધરાથી પેસેન્જર લઈ વડોદરા તરફ જઈ રહેલી પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા લક્ઝરી બસ પેસેન્જર સાથે પલ્ટી ખાઈ જતા પેસેન્જરનીઓથી આસપાસના રહીશો તોડી આવ્યા હતા. તો ત્યાંથી પસાર થતાં અનેક વાહન ચાલકોએ બસમાંથી પેસેન્જરને બહાર કાઢવા મદદે લાગ્યા હતા. અકસ્માત બાદ હાલોલથી વડોદરા તરફના માર્ગ પરના વાહનો માટે માર્ગ બંધ થઈ જતા કેટલાક કિલોમીટરો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.

પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સની ખાનગી પેસેન્જર વહન કરતી લક્ઝરીમાં હાલોલ, કાલોલ અને ગોધરા તાલુકામાં ફરજ બજાવતા અનેક ખાનગી અને સરકારી કર્મચારીઓ દરરોજ અપડાઉન કરતા હોય છે. ત્યારે ગોધરાથી પેસેન્જર લઈ નીકળેલી આ બસ ભણીયારા પાસે પલ્ટી જતા દોડાદોડી મચી જવા પામી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અનેક પેસેન્જરોને નાની ઇજાઓ થવા પામી છે. અકસ્માતને પગલે પંચમહાલ જિલ્લાની દસેક જેટલી એમ્બ્યુલન્સને અકસ્માત સ્થળે મોકલવામાં આવ્યા છે.

અકસ્માત સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સોમાં તમામ ઇજાગ્રસ્તોને વડોદરા અને જરોદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લક્ઝરી બસમાં કેટલા પેસેન્જર હતા તે આંકડો જાણવા મળ્યો નથી, પરંતુ નિયમિત ટાઇમસર ચાલતી આ પેસેન્જર લક્ઝરીમાં કાયમ સીટીંગ મુજબના પેસેન્જરો રહેતા હોવાનું જોવા મળતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...