હોળીનો જુગાર રમતા ઝડપાયા:હાલોલના બિલિયાપુરા ગામે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા સાત ઝડપાયા; પોલીસે તમામ સામે કાર્યવાહી હાથધરી

હાલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામના કોતરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે છાપો મારીને ગંજી પાના ઉપર પૈસાની લેવડદેવડનો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ રેડ દરમિયાન પત્તાનો જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી હતી. છતાં પોલીસે સાત ઈસમો સાથે સાડા બાર હજાર અને પત્તા પાનાંનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી છે.

હાલોલ તાલુકાના બિલિયપુરા ગામે કોતર પાસે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની જાણ હાલોલ રૂરલ પોલિસને થઈ હતી. પોલીસે સ્ટાફ સાથે છાપો મારતા જે તે સ્થળે કેટલાક ઈસમો ટોળું વળી બેઠેલા જણાતા પોલીસે ચારે તરફ ઘેરો કરી છાપો મારતા જુગાર રમી રહેલા સાત ઈસમો ઝડપાયા હતા. તમામને હાલોલ રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપર અંગ જડતી અને દાવ ઉપર લગાવવામાં આવેલી રકમ જપ્ત કરી તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

ઝડપાયેલા જુગારીઓના નામ...

  1. શૈલેષ અમરસિંહ પરમાર, રહે. બિલિયાપુરા
  2. વિરેન્દ્ર અરવિંદભાઇ પરમાર, રહે. પાંચ મહુડી
  3. રણજીતસિંહ ભુલસિંહ પરમાર, રહે. પ્રતાપપુરા
  4. દીલીપસિંહ ગણપતસિંહ પરમાર, રહે. પ્રતાપપુરા
  5. ભરત લક્ષ્મણસિંહ પરમાર, રહે. પ્રતાપપુરા
  6. શૈલેષસિંહ નરવતસિંહ પરમાર, રહે. પ્રતાપપુરા
  7. અજયસિંહ શનાભાઇ સોંલકી, રહે. બિલિયાપુરા
અન્ય સમાચારો પણ છે...