ઘોઘંબા ગણેશભક્તિના રંગે રંગાયું:કોબ્રા ગ્રુપ દ્વારા સંતવાણી અને ભવ્ય લોકડાયરોનું આયોજન, તમામ ભક્તોને ભાવ ભર્યું આમંત્રણ

હાલોલ21 દિવસ પહેલા

ધોધંબામાં કોબ્રા ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીએ આજે રાત્રે સંતવાણી અને ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવાની જાહેરાત બાદ અહીં ના સ્થાનિક કલાકારોને જોવા અને માણવા ગ્રામ્ય વિસ્તારના લોકો જ નહીં શહેરી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આજે રાત્રે ઘોઘંબામાં યોજાનાર લોકડાયારામાં ગાયક કમલેશ બારોટ ઉપરાંત બીજા અનેક ગુજરાતી ગીતકાર પોતાના અવાજે લોકડાયરામાં સંગીતનો જમાવડો કરવાના હોય ધોધંબાના આજુબાજુના ગામડાઓની અને ઘોઘંબાની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘોઘંબાના કોબ્રા ગ્રુપ ગણેશ મહોત્સવના ગણેશજીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ત્યારે ગણપતિ મંડળોની જામેલી હોડમાં ઘોઘંબાના શ્રીજી ભક્તો મન મુકીને ગણેશભક્તિના રંહે રંગાયા છે. ત્યારે મંડળો દ્વારા રાત્રીની પૂજા બાદ આઈસ્ક્રીમ, સમોસા, બટાકા પૌવા, મોદક લાડુ, જેવી પ્રસાદીનું સ્વૈચ્છીક વિતરણ કરવામાં આવતા ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

આજે રાત્રે કોબ્રા ગ્રુપ ગણેશજીએ સંતવાણી અને ભવ્ય લોકડાયરો યોજાશે. તો મહાકાલ ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીએ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામા આવ્યું છે. રોજ રાત્રે વિવિધ ગણપતિ મંડળોએ ભજનોની રમઝટ પણ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આજે રાત્રે યોજાનારો લોકડાયરાની મોજ માણવા ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...