હાલોલ ભાજપમા બે જૂથ ઉભા થતાં હાલોલ શહેરમા ભાજપના બે કાર્યાલયો બન્યા બાદ વિધાનસભાની ચુંટણી આવતાં બેઠક પર 70 ટકા જેટલા બક્ષી પંચ સમાજના મતદારો હોવાથી સમાજમાંથી કોઇને પણ ટીકીટ આપવા પ્રદેશ ભાજપને હાલોલના ભાજપના વર્ષો જુના કાર્યકરોએ રજુઆત કરી હતી. ભાજપ દ્વારા હાલોલ બેઠક પર જયદ્રથસીંહ પરમારના નામની જાહેરાત કરતાં ભાજપના અેક જૂથના કાર્યકરો નારાજ થઇને ફરીથી ઉમેદવાર બદલવા રજુઅાત કરી હતી. પરંતુ મંગળવારે ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરતાં હાલોલ ભાજપમાં ભૂકંપ અાવ્યો હતો.
હાલોલ ભાજપાના નારાજ કાર્યકરોઅે સમાજના અાગેવાનો સાથે મીટીંગ કરીને અેક સાથે વર્ષો જુના કાર્યકરો, શક્તિ કેન્દ્વના પ્રમુખો અને હોદ્દેદારો મળીને 20 જેટલા કાર્યકરોઅે ભાજપની પ્રાથમીક સદસ્યા પરથી રાજીનામા આપ્યા હતાં. આગેવાન રામચંદ્ર બારીઆએ જણાવ્યુ કે અાગામી સમયમાં સમાજના અાગેવાનો સામે બેઠક કરીને અાગળની રણનીતી નક્કી કરીશું. અમારો ભાજપ સામે વિરોધ નથી અમારો વ્યક્તિગત વિરોધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.