બાપ્પાના અન્નકૂટનો ભક્તોએ લીધો લાહવો:હાલોલ ખાતે વિધ્નહર્તા ગ્રુપ દ્વારા ગણેશજીની રંગોળી સજાવી ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટ્યાં

હાલોલ18 દિવસ પહેલા

હાલોલના સ્ટેશન રોડ ખાતે વિધ્નહર્તા ગ્રુપ દ્વારા સ્થાપિય ગણેશજીને ભવ્ય અન્નકૂટનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. રંગોળી સજાવી ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો. હાલોલના ગોધરા રોડ, પાવાગઢ રોડ, વડોદરા રોડ, અને કંજરી રોડ ઉપર મોટા ગણેશજીની સ્થાપના ગણેશ યુવક મંડળો દ્વારા કરવામાં આવ્યા છે. આ ગણેશજીની આરતીના સમયે ભારે ભીડ જોવા મળતી હોય છે. એકથી એક ચડિયાતા શ્રીજીની પ્રતિમાઓને બેસાડવામાં આવી છે. ત્યારે આવતીકાલે તમામ મંડળોના ગણેશજીને વાજતે ગાજતે વિદાય આપવામાં આવશે. આવા જ હાલોલના સ્ટેશન રોડ વિસ્તારમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા બેસાડવામાં આવેલ ગણેશજીએ અન્નકૂટના દર્શનનો લ્હાવો ભક્તોએ લીધો હતો. આયોજકોએ ભગવાનના મંડપમાં રંગોળી સજાવી હતી. અને સાંજે આરતી બાદ અન્નકૂટમાં ધરાવવામાં આવેલ 56 વાનગીઓની પ્રસાદી મેળવવા ભક્તોની ભીડ ઉમટી હતી.

અન્ય સમાચારો પણ છે...