રોડ શો:મફત વીજળી, સારી શાળાઓ, આરોગ્યની સુવિધાનું વચન

હાલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ આપના બેનરો ઉતારી લેતાં કાર્યકરોમાં રોષ
  • હાલોલમાં ‘ આપ’ના કેજરીવાલનો રોડ શો યોજાયો

હાલોલ વિધાનસભા બેઠકમાં પ્રચાર પ્રસાર માટે આવેલા આમ આદમી પાર્ટી ના પ્રણેતા અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મોડી સાંજે હાલોલ આવી પહોંચ્યા હતા. હાલોલ માં કેજરીવાલ આવવાનો ચાર વાગ્યો નો સમય જાહેર કરાયો હતો. કેજરીવાલને જોવા અને સાંભળવા હાલોલ ,કાલોલ ,ઘોઘંબા સહિત છોટાઉદેપુરથી મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. કેજરીવાલ હાલોલ ના કંજરી રોડ ખાતે સમય કરતાં બે કલાક મોડા આવ્યા હતા. કંજરી રોડ થી બસસ્ટેન્ડ સુધીનો કેજરીવાલે રોડ શો યોજ્યો હતો.

હાલોલ બસ્ટેન્ડ ત્રણ રસ્તા પર કાર માંથી ઉપર નીકળી જન મેદની ને સંબોધતાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર બન્યા બાદ દિલ્હી પંજાબની જેમ વિજળી ફ્રી કરી દઈશું, સારી હોસ્પિટલ અને શાળાઓ નવી બનાવીશું, બેરોજગારોને નોકરીઓ આપીશું, બેરોજગાર ને મહિને ત્રણ હજાર બેકારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરી કહ્યું હતું કે તમે એમને સતાવીશ વર્ષ આપ્યા મને માત્ર પાંચ વર્ષ આપો ની અપીલ કરી હતી. પ્રવચન દરમિયાન કેજરીવાલ ની સાથે ગાડી પર બેઠેલા આપના બે ઉમેદવાર કઈ બેઠક પર થી ચૂંટણી લડી રહ્યા છે.

તેની કેજરીવાલ ને ખબર ન હોવાથી ચાલુ પ્રવચનમાં બેઠક અને શહેરનું નામ પુછ્યુ હતું .બસસ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે કેજરીવાલ ની ગાડીઓ નો કાફલો આવી પોહચતા હાલોલ ભાજપના કાર્યકર્તાઓએ મોદી મોદી ના નારા લગાવ્યા હતા. કેજરીવાલના રોડ શો ને લઇને અાપ પાર્ટી દ્વારા શહેરમાં પોસ્ટરો લાગાવ્યા હતા. પરંતુ કેજરીવાલ અાવતા પહેલા પાલીકાએ પોસ્ટરો અને બેનરો હટાવી દેતા અાપ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. પાલીકાઅે પરમીશન વગર બેનરો લગાવ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...