પ્લાસ્ટિકના વેપારીઓ પર ગાજ:હાલોલમાં બંધબારણે ફેક્ટરીઓમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું ઉત્પાદન ચાલું, 50 કિલો બેગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

હાલોલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા ઉપયોગ કરનાર દુકાનદારો સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલવાયો છે. હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલ સેંકડો યુનિટોમાં પ્લાસ્ટિકના ઝાભલાઓ ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. અનેક યુનિટો સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને હજી પર્યાવરણ માટે જોખમી માઇક્રોનના પ્લાસ્ટિક ઝભલા ઉત્પાદિત કરી રહ્યા છે.

હાલોલ નગરપાલિકા દ્વારા શહેરના નાના વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત 75 માઇક્રોઇનથી પાતળા પ્લાસ્ટિકના ઝભલા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં આજે કેટલીક દુકાનો પર 20 માઇક્રોનના ઝભલા પાલિકાની ટીમના હાથે લાગ્યા હતા. પાલિકાએ પાતળા પ્લાસ્ટિકના ઝભલા રાખનાર વેપારીઓને પહેલી વખત 200 રૂપિયાનો દંડ કરી તેનો ઉપયોગ ના કરવા સૂચના આપી હતી. બાદમાં 50 કિગ્રા જેટલો પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કર્યો હતો.

હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવી પ્લાસ્ટિક બેગ ઝભલા બનાવતા સેંકડો યુનિટો આવેલા છે. આ યુનિટોમાં પર્યાવરણની જાળવણીને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ 120 માઇક્રોનની પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરવા માટે જણાવવમાં આવ્યું હોવા છતાં બંધ બારણે 20 માઇક્રોનથી 50 માઇક્રોનના પ્લાસ્ટિકના ઝભલાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હાલોલમાં પાલિકા દ્વારા નાના વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે ત્યારે આવા ઝભલા ઉત્પાદન કરતા યુનિટો બેરોકટોક ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...