ભક્તો માઁના દર્શન કરવા ઉમટ્યા:યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભીડ જામી, ભક્તોએ માતાજીના દર્શન કરી દિવાળીના આશીર્વાદ મેળવ્યા

હાલોલએક મહિનો પહેલા

દિવાળીના શુભ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં શ્રાધ્ધળુઓ માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામતા પાર્કિંગ સમસ્યાને ધ્યાને રાખી પોલીસે ખાનગી વાહનો નિયંત્રિત કર્યા હતા. દિવાળી તહેવારોની જાહેર રજાઓ હોવાથી મોટી સંખ્યા ભક્તો અને પ્રવાસીઓ પાવાગઢ આવ્યા હતા. જો કે બપોર સુધી ભીડ ઓછી થઈ ગઈ હતી.

દિવાળીની જાહેર રજાઓ અને વેપાર ધંધા, રોજગાર બંધ હોવાથી વન ડે પીકનીક સ્પોટ બની ગયેલા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પાવાગઢ ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવાર થીજ માઈ ભકતોનો પ્રવાહ શરૂ થતાં 10 વાગ્યા સુધીમાં માચીના પાર્કિંગ ફૂલ થઈ જતાં સ્થાનિક પોલીસે ખાનગી વાહનોને માંચી જતા નિયંત્રિત કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

સુપ્રસિદ્ધ પત્રધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અને પાવાગઢનો વિકાસ કરવામાં આવ્યા પછી અહીં આવતા ભક્તો અને પ્રવાસીઓ માટે જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેનાથી પાવાગઢની યાત્રા અને પ્રવાસ સરળ અને સુવિધાસભર બનતા અહીં રાજાઓ અને તહેવારો દરમ્યાન લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. તો બીજી તરફ અને યુવક યુવતીઓ અહીંના કુદરતી સૌંદર્યની મજા માણવા પહોંચે છે.

પાવાગઢ ડુંગર ઉપર જવાના માર્ગે આવેલા સેલ્ફી પોઇન્ટ ઉપર પણ ભારે ભીડ જોવા મળે છે. દિવાળીના પાવન પર્વે આજે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવ્યા હતા. ખાસ કરી અહીં આવેલા ભક્તોમાં દક્ષિણ ગુજરાત તરફના ભક્તો મોટી માત્રામાં આજે માતાજીના દર્શને આવ્યા હતા. આવતી કાલે સૂર્યગ્રહણ હોવાથી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હોવાથી આજે ભારે ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...