અકસ્માત:મધાસર ગામે પાવાગઢ જતા યાત્રાળુનું ટ્રેલરની ટક્કરે મોત

હાલોલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વરના બે ભાઇઓ ચાલતા પાવાગઢ જતી વેળાની ઘટના

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના શરનાલગામ સુખીની મુવાડીના બે કુટુંબી ભાઈઓ અજીતસિંહ ભગવાનસિંહ વાઘેલા ઉં.વર્ષ ૪૨ અને રણજીતસિંહ બાલુસિંહ વાઘેલા બન્ને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ચાલતા શરનાલ ગામેથી નીકળ્યા હતા. રવિવારની મધ્યરાત્રીના સુમારે હાલોલ ગોધરા હાઈવે રોડ પર રહીને પસાર થતી વેળા મઘાસર ગામે ભુવરનીકોતર નજીક મુખ્ય રોડ પર એક તોતિંગ ટ્રેલરના ચાલકે બેફામ પુરઝડપે હંકારી રસ્તે ચાલતા અજીતસિંહને ટક્કર મારતા ટ્રેલરની ટક્કરથી અજીતસિંહ રોડ પર પછડાતા માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.

ટ્રેલરનો ચાલક અકસ્માત સર્જી પોતાનું ટ્રેલર વાહન ઘટના સ્થળેથી લઈને ફરાર થઇ ગયો હતો. જેમાં અકસ્માત સર્જાતા આસપાસથી અકસ્માત જોઈ દોડી આવેલા લોકો સહિત તેઓની સાથે ચાલતા આવેલા અજિતસિંહના કુટુંબીભાઈ રણજીતસિંહ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત અજીતસિંહને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અજીતસિંહને જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. જેમા અકસ્માતમાં મોતને ભેટેલા અજીતસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે અકસ્માતની ખબર સાંભળી દોડી આવેલા તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ટ્રેલર ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...