કાર્યવાહી:પાવાગઢ પોલીસે પોકસોના આરોપીને તલોદથી ઝડપ્યો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાથકુવાનો આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો

પાવાગઢ પોલીસ મથકના અપહરણ અને પોકસો કલમ મુજબના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પાવાગઢ પોલીસની ટીમે સાબરકાંઠા જિલ્લાના તલોદ ગામેથી ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરના હવાલે કર્યો હતો.

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ આર.જે. જાડેજાએ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત પી.એસ આઇ.આર.જે. જાડેજાને બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકના 2021ના અપહરણ અને પોકસો કલમ 12 મુજબના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિજય અશોકભાઈ રાઠવા રહે.નાથકુવા, તા.હાલોલ હાલમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે છે.

જે બાતમીના આધારે પાવાગઢ પોલીસ મથકના કર્મચારીઓ કલ્પેશકુમાર અમરસિંહ, કેતનકુમાર દેવરાજભાઈ અને મહિલા કર્મચારી ઉર્વશીબેન ગણપતસિંહે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પહોંચી બાતમી વાળા સ્થળેથી આરોપી વિજય અશોકભાઈ રાઠવાને ઝડપી પાડયો હતો. આગળની કાયદાકીય કાર્યવાહી માટે સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...