ભાદરવા સુદ નોમની ઉજવણી:હાલોલમાં મહાલક્ષ્મી મંદિરે પાટોત્સવ ઉજવાયો; દશા પોરવાડ અને શ્રીમાળી સોની સમાજ દર્શનાર્થે ઉમટ્યો

હાલોલ20 દિવસ પહેલા

હાલોલના શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરે દશા પોરવાડ અને શ્રીમાળી સોની સમાજ દ્વારા ભાદરવા સુદ નોમની ઉજવણી પ્રસંગે પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી યજ્ઞ પૂજામાં મોટી સંખ્યામાં બંને સમાજના લોકો જોડાયા હતા. પ્રતિ વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે હાલોલ નગર સહિત પંથકના દશા પોરવાડ તથા શ્રીમાળી સોની સમાજના લોકો તેમના કુળદેવીનાં પાટોત્સવની ઉજવણી કરે છે.

આજરોજ વહેલી સવારથી માતાજીના ભકતો હાલોલ શહેરની મધ્યમમાં આવેલા શ્રી મહાલક્ષ્મી માતાના મદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અને કુળદેવી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાને પામ્યા હતા. વહેલી સવારે માતાજીની કેસર સ્નાન બાદ પૂજા અર્ચના કરી સવારે 9 કલાકે મંદિર પરિસરમાં યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો. સાંજે દશા પોરવાડ જ્ઞાતિ સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા પરેશ શેઠ, મંથન મેહતાએ હવન કુંડમાં શ્રીફળ હોમી આહૂતિ આપી હતી. શ્રીમાળી સોની સમાજે સાંજે પોતાના સમાજની વાડીમાં સમૂહ ભોજન( પ્રસાદી)નું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...