ખાડા પૂરો અભિયાન:હાલોલ શહેરના મુખ્ય માર્ગોના ખાડાઓ પુરવાની કામગીરીથી આંશિક રાહત, વારંવાર ખોદકામ કરી પુરાણ કરાતા લોકો ત્રસ્ત

હાલોલ21 દિવસ પહેલા
  • ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અઢી વર્ષથી ચાલી રહી છે.
  • સોસાયટીઓમાં હજી ચોમાસાના વરસાદી પાણી ઓસર્યા નથી

હાલોલ શહેરમાં પાછલા અઢી વર્ષથી ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીથી વારંવાર ખોદી નાખવામાં આવતા રોડ રસ્તાઓ ઉપર કાચું પુરાણ કરવામાં આવતા બે ચોમાસાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ચાલુ વર્ષે પણ ચોમાસા દરમ્યાન રોડ રસ્તાઓ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકોના નાના-મોટા અકસ્માતો સર્જાતા વરસાદે વિરામ લેતા હાલોલ પાલિકા અને કોન્ટ્રાક્ટર દ્વારા હાલોલ એસટી બસ સ્ટેન્ડની અજુ બાજુના મુખ્ય માર્ગો ઉપર પુરાણ કરવાની કામગીરી કરાઈ હતી.

બે ચોમાસાથી હાલોલ શહેરના રહીશોની દશા બગડી
હાલોલ શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓથી હાલોલની પ્રજા ત્રસ્ત બનતા શ્રાવણ આરંભે વરસાદે વિરામ લેતા પાલિકા અને ગટર લાઈનના કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાપૂરો અભિયાન હાથ ધર્યું હતું. હાલોલ એસટી સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓમાં ગ્રીટ નાખી જેસીબી દ્વારા ખાડાઓ પુરાવાની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલોલ શહેરના 1,70,000 પરિવારોને જોડતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અઢી વર્ષથી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા મુખ્ય રસ્તાઓ હોય કે સોસાયટીઓના માર્ગોમાં પાઇપ લાઈનો નાખવા આડેધડ આયોજન વગર વારંવાર ખોદકામ કરી પુરાણ કરવામાં આવતા છેલ્લા બે ચોમાસાથી હાલોલ શહેરના રહીશોની દશા બગડી હતી. ચાલુ ચોમાસા દરમિયાન લગભગ કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં હજી ખોદકામ અને પુરાણ કરવાની કામગીરીનું પુરાણ પત્યું નથી, જેથી લોકો ત્રાસી ગયા છે.

બાળકો ગલીઓમના કીચડમાંથી શાળાએ પહોંચે છે
હાલોલ શહેરના અનેક વોર્ડની સોસાયટીઓમાં હજી ચોમાસાના વરસાદી પાણી ઓસર્યા નથી. કાદવ અને કીચડના સામ્રાજ્યને કારણે રહીશોનું સોસાયયીઓ બહાર નીકળવું દુસ્વર બન્યું છે. તેવામાં નાના બાળકો ગલીઓમાં કીચડમાંથી જોખમે શાળાએ જઈ રહ્યાં છે. પાલિકાના વોર્ડ સભ્યો ચૂંટણી ટાણે જ મત માંગવા આવતા હોય છે. ત્યારબાદ અમાટી તકલીફો જોવા કોઈ સભ્ય ફરકતો નહીં હોવાનો બળાપો પણ સોસાયટીઓના રહીશો કાઢી રહ્યાં છે.

ચૂંટણી નજીક આવતા નેતાઓ બેદાગ હોવાની પીપુડી વગાડી રહ્યાં છે
આવનારા સમયમાં નગર પાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પાલિકાની કામગીરીથી ત્રાસી ગયેલી હાલોલની જનતાને રીઝવવા કામે લાગી ગયેલા અને પાલિકાના મસમોટા નાણાકીય ગોટાળામાં કમિશ્નર કચેરીની પુનમો ભરતા પાલિકાના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનસેવકો જનતા સમક્ષ પોતે બે દાગ હોવાની પીપુડી વગાડી રહ્યાં છે, જો કે આવનારા સમય આ નાણાકીય ગેરરીતિની તપાસ ક્યાં સુધી પહોંચે છે તેની જનતા રાહ જોઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...