ગમખ્વાર અકસ્માત:ભીલડુંગરા પાસે રિક્ષા અને કારમાં અકસ્માત સર્જાતાં એક મોત, 4 ઘાયલ

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભીલડુંગરા પાસે કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને વાહનોનો ખુડદો બોલી ગયો. - Divya Bhaskar
ભીલડુંગરા પાસે કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બંને વાહનોનો ખુડદો બોલી ગયો.
  • અકસ્માતમાં પ્રાણ ગુમાવનાર ફસાયેલા રિક્ષા ચાલકને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો

જાંબુઘોડાના ભીલડુંગરા પાસે રિક્ષા અને મારુતિ કાર વચ્ચે અકસ્માત સર્જતાં એક નું ઘટના સ્થળે મોત નીપજયું હતુ. રીક્ષામાં ફસાયેલા ચાલકને લોકો અને 108 ના કર્મચારીઓએ મહામહેનતે બહાર કાઢ્યો. બનાવની જાણ થતાં જાંબુઘોડા પી એસ આઈ ઝાલા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર જાંબુઘોડા તાલુકા ના ભીલડુંગરા ગામના ગોઝારા વળાંક પાસે જાંબુઘોડા થી રીક્ષા લઈ હાલોલ તરફ જઈ રહેલા રૂ ના વહેપારીને સામે થી આવી રહેલી કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે રીક્ષામાં સવાર ત્રણ પૈકી રીક્ષા ચાલક મહેશભાઈ ચૌહાણ રહે. બાકરોલ તા જી આણંદનું માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત નિપજયુ હતુ. જ્યારે અન્ય મુસાફરો રવીનભાઈ વસાવા તેમજ ફારૂક ભાઈ પઠાણ બન્ને રહે. બાકરોલ તા જી આણંદને 108 માં તાત્કાલિક સારવાર અર્થે જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી બંનેને બોડેલી તેમજ વડોદરા SSG માં ખસેડવા માં આવ્યા હતા.

જ્યારે કાર લઇ મધ્ય પ્રદેશ લગ્ન માં જઈ રહેલા મજીતભાઈ લુહાર રહે. કઠલાલ તેમજ ઇકબાલભાઈ લુહાર રહે. મેઘરજ ને પણ હાથે પગે ગંભીર ઇજાઓ થતા તેઓને પણ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે બોડેલી રીફર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...