• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Halol
  • On The Auspicious Day Of The New Year, Lakhs Of Devotees Thronged The Legendary Pilgrimage Site Pavagadh For Darshan; After Visiting Mataji, Wished For The New Year

ભક્તોનું કીડીયારું ઉભરાયું:નવા વર્ષે પાવાગઢમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટ્યા; તળેટીમાં પાર્કિંગની સમસ્યા ઊભી થઈ

હાલોલએક મહિનો પહેલા

નૂતન વર્ષના શુભ દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખો શ્રધ્ધાળુઓ વહેલી સવારથી જ માતાજીના દર્શને પહોંચ્યા હતા. દિવાળી તહેવારોની જાહેર રજાઓ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ પાવાગઢ આવ્યાં હતાં. માતાજીના દર્શન કરી આવનારા નવા વર્ષ માટે મંગલકામના કરી હતી.

દર્શનનો લહાવો લેવા લાઈનમાં ઉભેલા ભક્તો
દર્શનનો લહાવો લેવા લાઈનમાં ઉભેલા ભક્તો

માતાજીના દર્શને ભક્તો મોટી સંખ્યામાં આવ્યા
દિવાળીની જાહેર રજાઓ અને વેપાર ધંધા, રોજગાર બંધ હોવાથી વન ડે પીકનીક સ્પોટ બની ગયેલા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પાવાગઢ ખાતે આજે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતાં. આજે નવા વર્ષની શરૂઆત કરવા માતાજીના દર્શને ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતાં. સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. લાખો ભક્તોએ વેપાર ધંધા સહિત સારા સ્વાસ્થ્ય માટે મંગલકામના કરી માતાજીના દર્શન કર્યા હતા.

પૂજા વિધિ
પૂજા વિધિ

બપોર સુધી તળેટીમાં પાર્કિંગ સમસ્યા સર્જાઈ
વહેલી સવારથી ભક્તોનો પ્રવાહ શરૂ થતાં બપોર સુધી તળેટીમાં પાર્કિંગ સમસ્યા સર્જાઈ હતી. જો કે સ્થાનિક ખાનગી વાહનોની અવર જવરને કારણે અનેક યાત્રાળુઓની યાત્રા સરળ બની હતી. ખાનગી વાહનો લઈને આવેલા યાત્રાળુઓને બપોરના થોડા સમય માટે વાહનો પાર્ક કરવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તો બપોર બાદ ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય થઈ હતી. બપોર બાદ પણ અનેક ભક્તો અને પ્રવાસીઓ વાહનો લઈ માચી સુધી ગયા હતા અને માતાજીના દર્શન કર્યા હતા.

વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી
વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી

ભક્તોએ પાવાગઢ ડુંગરના ઠંડા વાતાવરણનો લહાવો લીધો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અને પાવાગઢનો વિકાસ કરવામાં આવ્યા પછી, અહીં આવતા ભક્તો અને પ્રવાસીઓ માટે જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેનાથી પાવાગઢની યાત્રા અને પ્રવાસ સરળ અને સુવિધાસભર બનતા અહીં રજાઓ અને તહેવારો દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શને આવે છે. દિવાળીના પાવન પર્વે દર વર્ષે ભક્તોની ભીડ જોવા મળે છે. આજે નૂતન વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવ્યાં હતાં. ખાસ કરી અહીં આવેલા ભક્તોમાં દક્ષિણ ગુજરાત તરફના ભક્તો મોટી માત્રામાં આજે માતાજીના દર્શને આવ્યાં હતાં. મોડી સાંજ સુધી પ્રવાસીઓ અને ભક્તોએ પાવાગઢ ડુંગરના ઠંડા વાતાવરણનો લહાવો લીધો હતો.

ઠંડા પવનની લહેરો માણતા પ્રવાસીયો
ઠંડા પવનની લહેરો માણતા પ્રવાસીયો
અન્ય સમાચારો પણ છે...