• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Halol
  • Now 2 Thousand Devotees Will Be Able To Do Darshan Together, The Lights Of The Temple Will Be Visible From A Distance Of 10 Km, A 6 meter Path way Will Be Built

ભાસ્કર બ્રેકિંગ:પાવાગઢમાં હવે 2 હજાર ભક્તો એકસાથે દર્શન કરી શકશે, 10 કિમી દૂરથી મંદિરની રોશની દેખાશે; 6 મીટરનો પાથ-વે બનશે

હાલોલએક મહિનો પહેલાલેખક: મકસુદ મલિક
  • કૉપી લિંક
  • કાશી વિશ્વનાથની જેમ પાવાગઢ મહાકાળી કૉરિડોર તૈયાર, 12 ફેરફાર થયા
  • માતાજીના ધામમાં નવી સુવિધા: પ્રસાદ બનાવવા નવા 2 યુનિટ, સુરક્ષા માટે પ્રોટેક્શન ગ્રીલ
  • બે માળનું પાર્કિંગ બનશે, છત્રી બનાવાઈ, જ્યાં ગરબે ઘૂમતા ભક્તો આરામ કરી શકશે

વારાણસીમાં કાશી વિશ્વનાથધામ ખાતે ભવ્ય કોરિડોરનું નિર્માણ થયા બાદ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ આ જ તર્જ પર બની રહેલા વિશાળ કોરિડોરની કામગીરી પૂર્ણતાને આરે છે. આ સાથે જ વર્ષોથી શિખર વિનાના માતાજીના મંદિર પર પ્રથમ વખત શિખર બનશે અને ધજા પણ ચઢશે. મંદિરની ઉપર જ આવેલી દરગાહને શિખરની બાજુમાં સ્થાપિત કરવામાં આવી છે. 21 જૂને વિશ્વ યોગ દિને વડાપ્રધાન મોદી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાના છે. એ દિવસે જ મહાકાળી કોરિડોરનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવે એવી સંભાવના છે.

શક્તિપીઠ પાવાગઢમાં રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રતિ વર્ષ દર્શનાર્થે ઊમટતા હોય છે. ચૈત્ર અને આસો નોરતામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. કોરિડોરના ભાગરૂપ માતાજીના મંદિર ઉપરાંત માચી ખાતે આવેલા ચાચર ચોક ખાતે પણ સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કોરિડોરની કામગીરી માટે ખાસ ધ્રાંગ્રધ્રા અને રાજસ્થાન ઢોલપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચાચર ચોકથી રોપ-વે સ્ટેશન અને રેવા પથ સુધીના માચી વિસ્તારને ચાર વિભાગમાં વહેંચીને કામગીરી કરવામાં આવી છે.

ચાચર ચોક 29,052 ચો.ફૂટમાં આકાર લઈ રહ્યો છે. ઉપરાંત માચી ખાતે બે આધુનિક પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે. વણઝારા વાસ ખાતે આવેલું વર્તમાન પાર્કિંગ મોટું કરવામાં આવશે. હાલ નવા મંદિરનું કામ પૂર્ણતાને આરે છે. બ્યુટિફિકેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે થોડા દિવસમાં કામગીરી પૂર્ણ થશે. પાવાગઢ પર્વતને હરિયાળો બનાવવા માટે વન વિભાગ દ્વારા 30 હેક્ટરમાં રોપાનું પ્લાન્ટેશન કરવામાં આવી રહ્યું છે.

  • મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશની સ્થાપના. કાયમી રોશની કરવામાં આવી જે 10 કિમી દૂરથી નિહાળી શકાશે.
  • 29,052 ચો.ફૂટનો નવો ચાચર ચોક. યાત્રાળુઓ માત્ર 40 પગથિયા ચઢી રોપ-વે સુધી પહોંચી શકશે.
  • સુખડીનો પ્રસાદ બનાવવા નવા બે યુનિટ ઊભા કરાયા. હવે ગરમાગરમ સુખડીનો પ્રસાદ મળશે.
  • વણઝારા વાસ ખાતે બે માળની નવી પાર્કિંગ સુવિધા.
  • છાસિયા તળાવથી મંદિર સુધી પહોંચવા નવો રોપ-વે બનશે. બાવા બજારથી મંદિર સુધી જવા લિફ્ટ બનાવાશે.
  • બાવા બજારમાં 12 કરોડના ખર્ચે બે માળનું અન્નક્ષેત્ર બનશે. જ્યાં એકસાથે 500 લોકો વિનામૂલ્યે જમી શકશે. અન્નક્ષેત્રના બીજા માળે ડોરમેટરી બનશે જ્યાં ભક્તો આરામ કરી શકશે.
  • સલામતી માટે 80 નવા CCTV મુકવામાં આવશે.
  • નવા પરિસરમાં એકસાથે 2 હજાર લોકો માતાજીના દર્શન કરી શકશે.
  • મંદિર સુધી જવા માટે નવા 2,384 પગથિયા બનાવવામાં આવ્યા. જે 40 સેમી પહોળા અને 15 સેમી ઊંચાઈના છે. 3 મીટરનો પાથ-વે હવે 6 મીટર પહોળો કરવામાં આવ્યો.
  • ભીડ હોય ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ખીણ વિસ્તારમાં પ્રોટેક્શન ગ્રીલ લગાવવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...