પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર:જાંબુઘોડામાં 100% સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત જંગલમાં આવેલ નાજરમાતા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણ બન્યો

હાલોલ16 દિવસ પહેલા
  • અભયારણની મુલાકાતે આવનારા પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું

જાંબુઘોડા અભયારણ્યના શિવરાજપૂર રેન્જમાં આવેલ નાજરમાતાનો ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યો છે. હાથની માતાના ધોધ ઉપર ભારે ભીડ હોવાથી કેટલાક પ્રવાસીઓ કે જેઓ એ આ જગ્યા જોઈ છે તેઓ અહીં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં આવેલ શિવરાજપૂર રેન્જના ઢોલીમાર ડુંગર ઉપર આવેલું નાજરમાતાનું સ્થળ તેના કુદરતી સૌંદર્ય અને જંગલમાં ડુંગરોની વચ્ચે ખળ ખળ વહેતા ઝરણાના નીર અને ત્યાંજ ઉંચી ચટ્ટાનો ઉપરથી પડતા પાણીને કારણે સર્જાતો ધોધ સૌ કોઈને આકર્ષે એ સ્વાભાવિક છે. 100% સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત જંગલમાં આવેલું આ સ્થળ અહીં ચોમાસા દરમ્યાન અભયારણ્યની મુલાકાતે આવનારા પ્રવાસીઓનું મનપસંદનું સ્થળ બન્યું છે.

ગુજરાત બહાર આવેલા રમણીય સ્થળોને ટક્કર આપે તેવા જાંબુઘોડા અભયારણ્યના સ્થળો અહીં આવતા પ્રવાસીઓ વધુ પસંદ કરી રહ્યા છે. એક દિવસીય પ્રવાસ માટે જાંબુઘોડા અભયારણ્ય મધ્ય ગુજરાતના શહેરીજનો માટે પ્રથમ પસંગીનું સ્થળ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...