વાજતે ગાજતે હનુમાનજીની શોભાયાત્રા:હાલોલમાં લોક કલ્યાણાર્થે સંગીતમય હોમાત્મક મારુતિ યજ્ઞ પૂજા યોજાઈ, યજ્ઞમાં 27 યજમાનો પૂજામાં બેઠા

હાલોલએક મહિનો પહેલા

હાલોલના કંજરી રોડ ઉપર આવેલી અર્પણ સોસાયટીના યુવક મંડળ દ્વારા આજે સંગીતમય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લોકકલ્યાણાર્થે કરવામાં આવેલા આ યજ્ઞમાં 27 જોડાઓ યજમાન બન્યા હતા.

હાલોલ શહેરમાં શ્રી રામચરિત માનસ કથા ચાલી રહી છે. એ પૂર્ણ થતાં જ શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવમાં આવી રહ્યા છે. તેવામાં આજે અર્પણ સોસાયટીના યુવકોએ લોક કલ્યાણાર્થે સંગીતમય મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન હનુમાનજીનું આહવાન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે વાજતે ગાજતે ઢોલ નાગરા સાથે ભગવાન હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યજ્ઞમાં બેઠેલા યજમાનો સંગીતમય મારુતિ યજ્ઞમાં સામુહિક પૂજા કરવા બેઠા હતા.

ભૂદેવોએ સંગીતમય શ્લોકો અને ધર્મીક ગીત, આરતી સહિત સુંદર પૂજા કરાવતા ભગવાન રિદ્ધિસિધ્ધિ ગણેશજીની પૂજા કરી યજ્ઞસ્થળે સ્થાપન કરવા આહવાન કર્યું હતું. બ્રહ્માજી પીઠની બેઠક સમક્ષ હવન કુંડને રંગોળીથી સજાવવામાં આવ્યો હતો. અને હનુમાનજીની પૂજા પૂર્વે હવન કરવાના ફાયદા બતાવ્યા હતા. હિન્દૂ ધર્મમાં આદિ કાળથી ઋષિઓ દ્વારા યજ્ઞ પૂજા કરવામાં આવતા હતા. અને આ યજ્ઞ પૂજા દ્વારા જ તેઓ ભગવાનને સાક્ષાત કરી સિદ્ધિઓ મેળવતા હતા. ત્યારે આવા આયોજનો હાલોલ શહેરમાં જ નહીં ધરતી ઉપર થતા રહેવા જોઈએ.

યજ્ઞ બેઠક ઉપર, મધ્યે હનુમાનજીની સ્થાપન કરાઈ હતી. તો તેમની જમણી તરફ શિવજી પીઠ, નવગ્રહ પીઠ, ભૈરવ પીઠ, અને ડાબી તરફ યોગીની પીઠ, માતૃકા પીઠ અને ગણેશ પીઠનું સ્થાપન કરવામાં આવ્યું હતું. મારુતિ યજ્ઞ કરવાથી અને તેની પૂજામાં બેસવા કે યજ્ઞ પૂજામાં હાજરી માત્ર આપવાથી અનેક કષ્ટોનું નિવારણ થતું હોવાનો હનુમાન ચાલીસામાં ઉલ્લેખ છે.

'અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા, અસવર દિન જાનકી માતા..'
આઠ પ્રકારની સિદ્ધિઓ અને નવ પ્રકારની નિધિઓના દાતા એવા હનુમાનજીની પૂજા આરાધના માત્રથી આ સિદ્ધિઓ અને નિધિઓ પ્રાપ્ત થતી હોય છે.

'બલબુદ્ધિ વિદ્યા દેહું મોહી, હરહુ કલેશ વિકાર...'
કહેવામાં આવ્યું છે કે, હનુમાનજીની પૂજા અને યજ્ઞ કરવાથી માનસિક ઉર્જાનો સંચાર થાય છે. શારીરિક બળ પ્રાપ્ત થયાની અનુભૂતિ થાય છે અને ગૃહ કલેશ દૂર થતાં પારિવારિક શાંતિ પ્રાપ્ત થાય છે. અશુદ્ધિઓ દૂર થતાં મન શુદ્ધ થાય છે.

અન્ય સમાચારો પણ છે...