લંમ્પીનો કહેર યાથાવત:હાલોલમાં લંમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા, ગૌ માતામાં લક્ષણો જોવા મળતા પશુપાલકો ચિંતિત; પશુઓમાં વેકસીનેશન જરૂરી

હાલોલ19 દિવસ પહેલા

હાલોલમાં ખુલ્લા રખડતા પશુઓમાં લંમ્પી વાયરસના લક્ષણ જોવા મળતા પશુપાલકો ચિંતિત બન્યા છે. શાક માર્કેટમાં ત્રણ દિવસથી લંપી વાયરસના લક્ષણ વાળી ગાયને પશુપાલક દ્વારા તરછોડી દેવાયેલી હાલતમાં લાવરિસ ફરી રહી છે. ત્યારે પાલિકા દ્વારા આ વાયરસ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે તકેદારી લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

લંમ્પી નામના ભયાનક વાયરસે અનેક પશુઓના જીવ લીધા છે. ત્યારે આ વાયરસના લક્ષણો હાલોલના પશુઓમાં પણ જોવા મળી રહ્યા છે. જેને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે, દિવસ દરમિયાન રસ્તે રખડતી ગાયોમાં એક ગાય શાક માર્કેટમાં આવા વાયરસના લક્ષણો ધરાવતી જોવા મળી છે. આ ગૌ છેલ્લા ત્રણ દિવસથી એક જ વિસ્તારમાં આમ તેમ ફરી રહી છે, ગૌ માતા છે એટલે તેના પ્રત્યે લોકોમાં દયા છે અને ખાવાનું આપે છે. પરંતુ ગાયને આખા શરીરે ઢીમચા ઉપસી આવતા લોકો હવે ગૌમાતાને ખોરાક આપતા પણ સંકોચ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં અનેક પશુધનને ખાઈ જનાર લંમ્પી વાયરસના લક્ષણ હાલોલના અન્ય પશુઓમાં ફેલાયએ પહેલાં હાલોલ નગર પાલિકા દ્વારા આ ગૌ માતાના માલિકને શોધી તેની સારવાર કરાવવા અંગે કોઈ પગલાં લે તે જરૂરી બન્યું છે. લંમ્પી વાયરસ અન્ય પશુઓમાં ફેલાયો છે કે કેમ? તે તપાસ કરી વેકસીનેશનની કામગીરી કરવામાં આવે એ પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...