અલાલી ગામ હિબકે ચઢ્યું:અંબાજી અકસ્માતમાં મૃત્યુ પામેલા બે યુવકોની એકસાથે અંતિમયાત્રા નીકળી, ત્રણ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો; હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

હાલોલએક મહિનો પહેલા

કાલોલના અલાલી ગામે એક સાથે બે યુવકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું. અંબાજી દર્શને નીકળેલા પદયાત્રાળુઓને ઇનોવા કરે કચડી નાખવાની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા સાત યાત્રાળુઓમાં બે યુવકો કાલોલ તાલુકાના અલાલી ગામના હતા.

મૃત્યુ પામેલા યુવકોના કુટુંબમાં આફતનું આભ ફાટી પડ્યું
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ગામેથી નીકળેલી પાંચમી અંબાજી પગપાળા રથયાત્રાને સવારે અરવલ્લીના માલપુર પાસે નડેલા અકસ્માતમાં અલાલી ગામના બે યુવકોના કરુણ મોત નિપજ્યાં છે, તો ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા છે, અને ચોરા ડુંગરી ગામનો એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માતની જાણ અલાલી ગામમાં થતા આખું ગામ શોકમગ્ન બન્યું છે. તો અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના કુટુંબમાં આફતનું આભ ફાટી પડ્યું છે.

ગામથી રથ નીકળ્યો તે સમયની તસવીર
ગામથી રથ નીકળ્યો તે સમયની તસવીર

એકસાથે અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું
ગોઝારી ઘટનાની જાણ નાનકડા ગામમાં થતા આખું ગામ ટોળે વળ્યું હતું. ગામના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા પછી બંને યુવકોના મૃતદેહોને સાંજે સાડા ચાર વાગ્યે અલાલી ગામે લાવવામાં આવ્યા હતા. આખું ગામ પ્રાથમિક શાળા પાસે એકત્ર થઈ શોકાતુર બની બંને યુવકોના મૃતદેહ આવવાની રાહ જોઈ રહ્યું હતું, મૃતદેહો લઈ આવેલી એમ્બ્યુલન્સ આવતા જ મહિલાઓના આક્રંદથી લોકોની આંખો ભીંજાઈ હતી. નાનકડા ગામમાં સાંજે અર્થીઓની તૈયારીઓમાં જોતરાયેલા ગામના લોકો પણ શોકમગ્ન હતા. ગામના ચોકમાંજ એકસાથે બે અર્થીઓ તૈયાર કરવામાં આવી હતી અને બંને અર્થીઓ સાથે યુવકોની એકસાથે અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું.

આ તસવીરમાંથી કેટલાકની આ છેલ્લી તસવીર બની હતી
આ તસવીરમાંથી કેટલાકની આ છેલ્લી તસવીર બની હતી

100થી વધુ યુવાનોએ પગપાળા અંબાજી જઈ રહ્યાં હતાં
કાલોલ તાલુકાના આલાલી ગામેથી આંબાજી પદયાત્રાએ નીકળેલા રથ સાથે આજુબાજુના બેઢિયા, વાછાવાડ, કાતોલ, દેલોલ, સગનપુરા, ચોરાડુંગરી ગામના સો થી બધું યુવકો બુધવારે સવારે અલાલી ગામેથી રથ સાથે અંબાજી માતાજીની ધજા લઇ નીકળ્યા હતા. આ યાત્રા કેટલાક યુવકો માટે અંતિમયાત્રા બની રહેશે એવું ભાગ્યે જ કોઈએ જાણ્યું હશે, બે દિવસની સફર પછી આજે સવારે યાત્રા અરવલ્લી જિલ્લાના માલપુર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક ઈનોવા કારે કેટલાક યાત્રાળુઓને કચડી નાખ્યાં હતાં.

યુવાનોએ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા
યુવાનોએ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા

સમાચાર મળતા જ ગામ દ્રવી ઉઠ્યું
અકસ્માતની જાણ થતાં ગામમાંથી સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિતના આગેવાનો અને સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા પૈકી એકને અલાલી લાવવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઈજા પામેલા બે ને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા છે, જ્યારે ચોરાડુંગરી ગામના યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ અલાલી ગામ આખું શોકમગ્ન બન્યું હતું. આખું ગામ યુવકોના મૃતદેહોની રાહ જોઈ બેઠું હતું. તો મહિલાઓએ રોકકળ મચાવી મુકતા ગામ આખું શોકમાં ગરકાવ થયું હતું, તો બીજી તરફ ગામના લોકો બપોરે જ મૃતક યુવાનોની અંતિમક્રિયાની કામગીરીમાં લાગી ગયા હતા. ચોરાડુંગરી ગામનો છોકરો 13 વર્ષની ઉંમરનો જ છે, જે કોમામાં ગંભીર હાલતમાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સારવાર માટેની રકમ એકત્ર કરાઈ રહી છે.

સંઘનું પેમ્ફલેટ- માતાજીનો રથ અંબાજી પહોંચ્યા વગર ગામમાં પરત ફર્યો
સંઘનું પેમ્ફલેટ- માતાજીનો રથ અંબાજી પહોંચ્યા વગર ગામમાં પરત ફર્યો
અમુક મૃતક પાસે રહેવા માટે પાકી છતનું મકાન પણ ન હતું, કમાવનાર વ્યક્તિ જવાથી ઘરમાં દુ:ખોનું આભ ફાટી પડ્યું છે
અમુક મૃતક પાસે રહેવા માટે પાકી છતનું મકાન પણ ન હતું, કમાવનાર વ્યક્તિ જવાથી ઘરમાં દુ:ખોનું આભ ફાટી પડ્યું છે

યુવાનોએ સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી
અકસ્માત સવારે થયો એ પહેલાં જ કેટલાક યુવાકોએ સેલ્ફી પાડી પોસ્ટ કરી હતી. બંને મૃતક યુવાકો અને ઘવાયેલા બે યુવકોની મૃતક પ્રકાશે લીધેલી સેલ્ફી તેઓની અંતિમ તસવીર બની રહી હતી. મૃતક યુવકોના મૃતદેહો આવ્યા પછી સાંજે તેઓની અંતિમ વિધિ કરવામાં આવનાર હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું.

મૃતક પંકજ રાઠોડ
મૃતક પંકજ રાઠોડ
સમાચાર મળતા જ ગામ દ્રવી ઉઠ્યું
સમાચાર મળતા જ ગામ દ્રવી ઉઠ્યું
મૃતક પ્રકાશ જાદવ
મૃતક પ્રકાશ જાદવ
અન્ય સમાચારો પણ છે...