હાલોલમાં આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ:પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને રૂ.5 લાખ સુધીની સારવાર આપતા કાર્ડ આપવામાં આવ્યા

હાલોલ2 મહિનો પહેલા

હાલોલ નગર પાલિકા હોલ ખાતે આજે લાભાર્થીઓને આયષ્માન ભારત હેલ્થ કાર્ડનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ આજે પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં દેશ ભરમાં જે 50 લાખ આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ અંતર્ગત કાર્ડ વિતરણ કરવના કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે આજે હાલોલ ખાતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્ડ આપવામાં આવ્યા હતા.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ રૂ.5 લાખ સુધીની સારવારની સુવિધા આપતા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારી ડો. શર્મા, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ, સહિત અનેક નેતાઓ પાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કાર્ડ વિતરણ કર્યા બાદ અત્રે લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અગાઉ આપવામાં આવેલા હેલ્થ કાર્ડ અને આ નવા કાર્ડમાં તમામ લોકોને આવરી લેવામાં આવ્યા હોવાની વિગતો જનવવમાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશભરના નાગરિકોને આ યોજના હેઠળ મફત સારવાર હેઠળ આવરી લીધા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...