ફરિયાદ:કંજરીમાં બે ઇસમોએ ખેડૂત મહિલાની જમીન પચાવી પાડવા કારસો રચ્યો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યો : હાલોલ રૂરલ માં ફરિયાદ નોંધાઇ
  • બંને ઇસમો મહિલાના પરિવાર સાથે ઘરોબો ધરાવતા હતા

હાલોલ તાલુકાના કંજરી ગામની ખેડૂત મહિલાએ વેચાણ કરેલ જમીનમાં બે ઠગોએ પોતાનો લાગ ભાગ હક હિસ્સો ન હોવા છતાં ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી બોગસ બાનાખત બનાવી જમીન માલિકની ખોટી સહીઓ કરી પ્રાંત કચેરી મામલતદાર કચેરીમાં વાધા અરજી નાંખી જમીન પોતાના નામે કરી લેવા ખેડૂત મહિલા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા બન્ને ઠગો વિરુદ્ધ હાલોલ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હાલોલ તાલુકાના કંજરી ગામના સર્વે નં 2018/1 જે સેજલબેન શૈલેશભાઈ કાછિયાના નામેં આવેલ છે. સેજલબેને આ જમીન દસ્તાવેજ કરી વેચાણ કરેલ દરમિયાન કંજરીના ગૌરાંગ સુરેશ પટેલ અને જયદીપ ગણપતસિંહ ગોહિલ જમીન માલિક સેજલબેનના પરિવાર સાથે ઘરોબો ધરાવતા ઘરે આવતા જતા હતા અને નાના મોટા કામો કરી આપતા સેજલબેનનો વિશ્વાસ કેળવ્યો હતો.

સેજલ બેને ગોધરાના ઈસમને જમીન વેચાણ આપી દસ્તાવેજ કરી આપેલ દસ્તાવેજ બાદ પાકી નોંધ પડે તે પહેલા ભેજાબાજ ગૌરાંગ પટેલ અને જયદીપ પરમારે સેજલબેનના નામના બાનાખત બનાવી પ્રાંત કચેરીમાં વાધા અરજી મૂકી જમીન પચાવી પાડવાના હેતુથી વિશ્વાસઘાત છેતરપિંડી કરતા સેજલબેને ગૌરાંગ પટેલ અને જયદીપ પરમાર વિરુદ્ધ હાલોલ રૂરલ માં છેતરપિંડી વિશ્વાસઘાત ની ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...