ગણપતિ વિસર્જન:હાલોલમાં 300થી વધુ ગણપતિના વિસર્જનને લઇને તંત્ર સજ્જ બન્યું

હાલોલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંધવાઈ માતા તળાવ અને વડાતળાવ ખાતે પ્રતિમાનું વિસર્જન કરાશે

હાલોલમાં છેલ્લા દસ દસ દિવસથી મોંઘેરા મહેમાન બનેલા દુંદાળાદેવના વિસર્જનને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. છેલ્લા બે વર્ષ થી કોરોના કાળે તમામ તહેવારો પર જાણે પ્રતિબંધ ફરમાવ્યો હોય તેમ અંકુશ આવી ગયો હતો. હવે કોરોનાનો કહેર ન રહેતા સરકાર દ્વારા નિયમો હળવા કરાતા તહેવારો ધામધૂમ થી ઉજવાઈ રહ્યા છે.

હાલોલમાં નાની મોટી ત્રણસો ઉપરાંત ગણપતિની સ્થાપના કરાઈ છે. નિતનવા રૂપમાં ગણપતિઓની મૂર્તિઓએ શહેરમાં ભારે આકર્ષણ ઉભું થયું હતું. ગણપતિ વિસર્જનને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું છે પોલીસ દ્વારા વિસર્જનની આગલી સાંજે સહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

શુક્રવારે વિસર્જનના દિવસે બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા સહિત ગણેશ સવારીના રૂટનું વિડીયોગ્રાફી કરાશે અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર વિસર્જન પર ચાંપતી નજર રાખવામાં અાવશે. ગણેશ વિસર્જનને લઈ હાલોલ નગર પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા પાવાગઢ રોડ સિંધવ વાઈ માતા તળાવ અને પાવાગઢ વડતલાવ ખાતે વ્યવસ્થા ઉભી કરાઈ છે વિસર્જન દરમિયાન ગણપતિની નાની મૂર્તિઓ સિંધવાવ તળાવમાં વિસર્જન થશે.

જયારે મોટી મૂર્તિઓનું વડાતળાવ ખાતે વિસર્જન થશે બન્ને તળાવ ખાતે ચાર બોટ સાથે 35 તરવૈયાનીં ટીમ સાથે નગર પાલિકા દવારા 150ની ટિમ તૈનાત રહશે. નગર પાલિકા દ્વારા 3 મોટા હાઇડરા એક મોટી ક્રેન એમ્બ્યુલન્સ મોબાઈલ ટોયલેટ 108 ફાયર બ્રિગેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...