લંપટ ગુરુની પાપલીલા:હાલોલમાં દીકરી સમાન વિદ્યાર્થીની પજવણી કરનાર સ્કૂલના આચાર્ય સામે પોસ્કો હેથળ ગુનો નોંધાયો

હાલોલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ પંથકની ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક દિનની ઉજવણીનો ઉત્સાહ ભર્યો માહોલ હજી ઓસર્યો નથી ત્યાં જ સ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થીનીની જાતિય સતામણીની વિકૃત હરકતો કરવા માટે સ્કૂલના એક આચાર્ય આંટા ફેરાઓ કરતા હોવાના શર્મશાર બનાવ અંગે પીડિત વિદ્યાર્થીનીના પરિવારે હાલોલ પોલીસ મથકમાં િયાદ આપતા લંપટ આચાર્યની કરતૂતોથી શૈક્ષણિક આલમમાં અને પ્રજાજનોમાં પણ ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

દીકરીની પૂછપરછ કરતા શિક્ષકની કરતૂકો બહાર આવી
શૈક્ષણિક જગતને લાંચ્છન રૂપ લગાડતા આ ચોંકાવનારા કિસ્સાની વિગતો એવી છે કે, હાલોલની એક સ્કૂલમાં અભ્યાસ કરતી એક માસુમ વિદ્યાર્થીનીને પોતાની લંપટવૃત્તિમાં ફસાવવા માટે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવનાર પોતાની સ્કૂલ છોડીને સગીરાની સ્કૂલ ફરતે ભ્રમરવૃત્તિની જેમ આંટાફેરાઓ કરી પોતાની દીકરીની ઉંમર સમાન સગીર વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરીને મોબાઈલ નંબરની માંગણી શરૂ કરતા માસુમ વિદ્યાર્થીનીએ ભયના માર્યા સ્કૂલે જવાનો બંધ કરી દીધું હતું. પરિવારે દીકરીની સમજાવટ સાથે પૂછપરછ કરતા શિક્ષકની કરતૂકો બહાર આવતા આ પરિવારના સદસ્યો ચોંકી ગયા હતા.

પોલીસે આગળની કાર્યવાહી હાથ​​​​​​​ ધરી
પરિવારે દીકરી સાથે બનેલા આ બનાવને દબાવી રાખવાના બદલે આવા વિકૃત માનસીકતા ધરાવતા શિક્ષકની કરતૂકોને સમાજ અને શૈક્ષણિક આલમમાં ખુલ્લા પાડવાનાં મક્કમ ઈરાદાઓ સાથે પરિવારના સદસ્યો માસુમ દીકરીને લઈને હાલોલ પોલીસ મથકમાં પહોંચ્યાં હતાં. ત્યાં આ માસુમ દીકરીનું કાઉન્સેલિંગ કરીને હાલોલ પોલીસે શિક્ષક સામે પોસ્કોની કલમ 354એ(1), 354એ (1)(2) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...