દૂષણનું પરિણામ:ઢીકવા ગામમાં દારૂના દૈત્યના કારણે 8 વર્ષમાં 80 મહિલા વિધવા થઇ હતી

હાલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંસદે દત્તક લીધેલ ઢીકવામાં દારૂના દૈત્યથી અનેક પરિવારો બરબાદ થયા છે. - Divya Bhaskar
સાંસદે દત્તક લીધેલ ઢીકવામાં દારૂના દૈત્યથી અનેક પરિવારો બરબાદ થયા છે.
  • પૂર્વ સાંસદે દત્તક લીધેલા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી બાદમાં સરપંચ, આગેવાનોએ અભિયાન ચલાવતાં અંકુશ આવ્યો

બોટાદ ખાતેના લઠ્ઠાકાંડને લઇ રાજ્યભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લઠ્ઠાકાંડ બાદ રાજ્યની તમામ પોલીસ એલર્ટ થઈ ફરી આવી ઘટનાનું પુંનરાવર્તન ન થાય માટે ઠેર ઠેર દરોડા પાડીને હાલમાં કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઢીકવા ગામને પુર્વ સાંસદે દત્તક લીધું હતું. એક એવો પણ સમય હતો કે, ઢીકવા ગામના લોકો દારૂની લતે ચઢી ગયા હતા. હલકી કક્ષાના દેશી દારૂના લીધે છેલ્લા આઠ વર્ષમાં જ ગામમાં 80 કરતા વધારે મહિલાને વિધવા થવાનો વારો આવ્યો છે.

છ હજાર ની વસ્તી ધરાવતું ઢીકવા અગાઉ દેશી દારૂ નું એપી સેન્ટર કહેવાતું હતું. દિવ્યભાસ્કર ના રિયાલિટી ચેકમાં દારૂના વ્યસનને લઈ એકજ પરિવાર ના પિતા અને પુત્રના મોત નિપજ્યા હોવાનો ચોકાવનારી માહિતી મળી હતી. જેમાં વણકરવાસમાં રહેતા મનોજ અરવિંદ વણકર અને તેના પિતા અરવિંદભાઈ વણકરના મોત નિપજતા મનોજનીં પત્ની એ બીજા લગ્ન કરી પરણી જતી રહેતા તેની નાની પુત્રી અને દાદી મજૂરી કરી જીવી રહ્યા છે.

જુના ઢીકવામાં વૃદ્ધ સાસુ અને છ વર્ષ ના પુત્ર સાથે રહેતી કમલાબેન નગીન પરમારનો પતિ પણ દારૂ ના દૈત્યમાં હોમાઈ જતા હવે પરિવાર સાથે મુશ્કેલભરી જિંદગી જીવી રહ્યા છૅ. તો હમીબેન પારસિંગના પતિ પણ દારૂની લતથી મોતને ભેટયા હતા.ગામમાં દારૂથી 80 થી લોકોના મોંતથી અનેક પરિવાર બરબાદ થઇ ગયા હતા. સમય જતાં ગામના સરપંચ અને આગેવાનો બીડું ઝડપ્યું અને હાટડીઓ ચલાવનારને જ દારૂની ગંભીરતા સમજાવતાં આખરે આ ગામમાં દારૂની બદી પર અંકુશ આવ્યો હતો.

દેશી દારૂની પ્રવૃત્તિ પર અંકુશ આવ્યો
અમારા ગામમાં 4-5 વર્ષ પહેલા દેશી વિદેશી દારૂ મોટા પ્રમાણમાં વેચાતું હતું. પણ સમય જતા ગામના આગેવાનો ગ્રામ પંચાયત દવારા દારૂ ની ભઠ્ઠીઓ વાળા વેચવા વાળા ને સમજાવી તેની ગંભીરતા સમજાવતા હાલ દારૂ ની પ્રવુતિ પર અંકુશ આવ્યો છે બોટાદ માં જે લઠ્ઠા કાંડ સર્જાયો છે તેનું પુનરાવર્તન ન થાય માટે સોએ ધ્યાન રાખવા જેવું છે.>રમણભાઈ પરમાર, સરપંચ પતિ, ઢીકવા

દેશી દારૂને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે
રસકટ અખાદ્ય ગોળને પતરાના ડબ્બા માં પાણી સાથે લાકડાના ચૂલા પર ઉકાળી તેમાં થોરના મૂળ, યુરિયા ખાતર, જૂની બેટરીના પાવર, ફટકડી નાખી બે દિવસ સુધી બેરલમાં રાખતા તમામ રસાયણો ફાટી જઇ તેમાંથી વરાળ સ્વરૂપે નીકળતા ગેસને એક કાર્બામાં પાઈપ દ્વારા એકઠો કરી સંગ્રહ કરતા પ્રવાહી દેશી દારૂની વ્યાખ્યામાં ફેરવાય જાય છે.

અન્ય સમાચારો પણ છે...