ચિંતન બેઠક:ભાટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ભાજપાને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવાનો હુંકાર

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાટ ગામે કોંગ્રેસ પક્ષનાં હોદ્દેદારો  ની ચિંતન બેઠક - Divya Bhaskar
ભાટ ગામે કોંગ્રેસ પક્ષનાં હોદ્દેદારો ની ચિંતન બેઠક
  • કોંગ્રેસ પક્ષનાં હોદ્દેદારો તેમજ સ્થાનિક કાર્યકરોની ચિંતન બેઠક યોજાઇ હતી
  • જો હું તમારી મદદમાં નિષ્ફળ રહીશ તો હું પ્રમુખપદે નહી રહું - કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

હાલોલ તાલુકાના ભાટ ગામે કોંગ્રેસ પાર્ટીનાં હોદ્દેદારો તેમજ સ્થાનિક કાર્યકરોની ચિંતન બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જગદીશ ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવાનો હુંકાર કર્યો હતો. સાથે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે કોઈની પણ ધમકીથી ડરવું નહીં અને જે ભાષામાં વાત કરે એના કરતાં સાત ગણી ખરાબ ભાષામાં તેની સાથે વાત કરવી તેવી નસિહત કાર્યકરોને કરી હતી. હું તમારી મદદે તત્પર રહીશ અને જો હું તમારી મદદમાં નિષ્ફળ રહિશ તો હું પ્રમુખપદે નહી રહું તેની હું ખાતરી આપું છુંનું જણાવ્યું હતું ચિંતન બેઠકમાં પગલે રાજકીય ક્ષેત્રે ગરમાવો વ્યાપી ગયો હતો.

વધુમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી બાબતે જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે ભરતભાઈએ પાર્ટીને બચાવા માટે નિર્ણય લીધો છે. ભરતભાઈએ રાજકીય સન્યાસ નથી લીધો માત્ર બ્રેકઅપ લીધો છે. તથા રાજકોટમાં મીડિયા સાથે પોલીસ અધિકારીએ કરેલ ગેરવર્તણૂક બાબતે પણ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી ભાજપ ટેસ્ટ કરે છે, રાજકોટમાં સીએમના કાર્યક્રમમાં મીડિયા માટે ગાડીઓ મુકવામાં આવી અને પત્રકરોને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ પોલીસ અધિકારીએ કીધું કેમ આવ્યા છો. ડિટેઈન કરી દો આ ટેસ્ટ થઈ રહ્યો છે.

મીડિયા વાસ્તવિકતા બતાવે છે લખે છે તેમને 24 કલાકમાં નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે, ઇડી અને ઇન્કમટેક્સની રેઇડ કરવામાં આવે છે ના આક્ષેપો કર્યા હતા. અમે વિરોધપક્ષની ભૂમિકામાં છીએ માટે અમારી પણ ફરજ છે, હવે બેખોફ રીતે ભાજપ જે અદામાં વાત કરશે એજ અદામાં અમે વાત કરીશું નો હુંકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...