ગણપતિ બાપ્પા મોરયા:હાલોલના સિંધવવા અને વડા તળાવમાં 200થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન; મોટા મંડળોની વિસર્જન યાત્રાઓ સાંજે નીકળશે

હાલોલ19 દિવસ પહેલા

હાલોલ શહેરના ગણેશજીને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. વહેલી સવારથી જ સિંધવવા તળાવ અને વડા તળાવ ખાતે શ્રીજીની નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન પાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં પાલિકાની તરવૈયા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે વિસર્જન સ્થળે હાલોલ ધારાસભ્યે પણ મુલાકાત લઈ શ્રીજી વિસર્જનને લઈ કરવામાં આવેલી સુવ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ગણેશજીને ભક્તિભાવપૂર્વક વિદાય આપવામાં આવી
હાલોલ શહેરમાં 20થી વધુ મોટા મંડળો દ્વારા ગણેશજીની મહાકાય મૂર્તિઓની સ્થાપના કરાઈ છે. તો સોસાયટીઓ અને શેરીઓમાં 300થી વધુ ગણેશજીઓ બેસાડવામાં આવ્યા હતા. જ્યારે અનેક ભક્તોએ પોતાના ઘરે પણ ગણેશજીની નાની મૂર્તિઓ લાવી પૂજા કરી હતી. આજે શ્રીજીને વિદાય આપવાના દિવસે સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિઓ લઈ ડીજે ઢોલ સાથે ભક્તો નાચતા કૂદતાં ભગવાનને વિસર્જન માટે લઈ જતા જોવા મળ્યા હતા.

200થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન
​​​​​​​બપોરે ત્રણ વાગ્યા સુધી હજી એક પણ મોટા મંડળોના ગણેશજીની વિદાય યાત્રા નીકળી નથી. ત્યારે સિંધવવા તળાવ અને વડા તળાવ ખાતે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થામાં 200થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્વક પૂર્ણ થયું છે, મોટા મંડળોની મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરાઈ છે. વડા તળાવ ખાતે જનારા આ તમામ ગણેશજીઓની વિસર્જન યાત્રાઓ સાંજે નીકળશે.

અન્ય સમાચારો પણ છે...