પર્યાવરણ પ્રેમીમાં રોષ:હાલોલ ડેપોમાં વૃક્ષોનું ગેરકાયદે નિકંદન

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલ એસટી ડેપોમાં વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કરવામાં  આવ્યુ  હતું - Divya Bhaskar
હાલોલ એસટી ડેપોમાં વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કરવામાં  આવ્યુ  હતું
  • એસટી ડેપો તરફથી પરવાનગી લેવામાં આવી નથી
  • અમારી પાસે કોઇ પરવાનગી માંગવામાં આવી નથી : RFO

હાલોલ ગોધરા રોડ પર આવેલ એસટી ડેપોમાં આવેલ વૃક્ષોનું ગેરકાયદે નિકંદન કરી નખાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ સાથે ફિટકારની લાગણી ફેલાઈ છે. એક તરફ વૃક્ષોની ઘટ સર્જાતા વૃક્ષોનું અસ્તિત્વ ટકી રહે અને પર્યાવરણ જળવાઈ રહે માટે રાજ્યના ફોરેસ્ટ વિભાગ દ્વારા નીત નવા કાર્યકમો કરી પ્રયોગો કરાય છે.

તો બીજી તરફ હાલોલના એસટી ડેપોમાં આવેલ સંખ્યાબંધ લીલા વૃક્ષો કાપી નંખાતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. વૃક્ષોના નિકંદનને લઈ એસટી વિભાગ સામે અનેક સવાલોનો ખડકલો થયો છે. હાલોલ એસટી ડેપોમાં સંખ્યાબંધ લીલા વૃક્ષો કાપવાની નિકંદન કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે.

આ અંગે એસટી વિભાગ દ્વારા લીલા વૃક્ષો કાપતા પહેલા સંલગ્ન ફોરેસ્ટ વિભાગની પરવાનગી મંજૂરી લેવાઈ છે કે નહિ તે અંગે હાલોલ આરએફઓ એસ એસ બારીયાને પૂછતાં તેમણે આ અંગે અમને કોઈ જાણ નથી કરી કે કોઈ પત્ર મોકલી કોઈ પરવાનગી માંગી ન હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...