કાર્યવાહી:હાલોલ પોલીસે ચોરીની ત્રણ બાઇક સાથે 1 ઇસમને ઝડપ્યો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલા ઇસમ પાસેથી વધુ બેના નામ ખુલવા પામ્યા

હાલોલ ટાઉન પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.માલવીયા અને કર્મીઓએ બાતમીના આધારે ખાતે કાળીભોંય 3 રસ્તાથી હાલોલમાંથી ચોરાયેલ બાઇક લઈને ભાગતા 19 વર્ષીય આરોપી રામસિંગ ભીલાલા રહે. બડોઇ, હોળી ફળીયા, તા. કઠીવાડાનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડયો હતો. જેમાં ઝડપાયેલા આરોપીને સાથે રાખી પૂછપરછ કરતાં વધુ બે બાઇક મળી આવી હતી.

જેમાં પોલીસે 3 ચોરીની બાઇક સાથે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા સાથેના અન્ય બેના નામો તેણે કબુલ્યા હતા. જેમાં બાઇક ચોરીમાં તેની સાથે સંડોવાયેલા સંદીપ ગોહાયડા ભિલાલા રહે. કાડપા, છોટાઉદેપુર અને ભુરસિંગ નામના આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા. જેમાં બન્ને આરોપીઓ હાલમાં પણ રેકી કરી બાઇક ચોરી કરવાના ફિરાકમાં હોવાનું પોલીસને ઝડપાયેલા આરોપીઓ પાસેથી જાણવા મળતાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટેના પણ ચક્રો ગતિમાન કરી હાલોલથી ચોરાયેલી 3 બાઇકની ચોરીનો ભેદ ઉકેલી રૂા.70,000ની કિંમતની 3 બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...