વિસર્જનને લઈને તંત્રની તૈયારી:હાલોલ પાલિકા દ્વારા નાની મૂર્તિઓના ગણેશજી માટે અલાયદી વિસર્જન વ્યવસ્થા ઉભી કરાઈ; 150 માણસોની ટીમ ખડે પગે તૈયાર રહેશે

હાલોલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલોલ શહેરના ગણેશજીને પાવાગઢ પાસેના વડા તળાવ ખાતે વિસર્જિત કરવામાં આવતા હોય છે. વિસર્જનની ભીડ ઓછી કરવા વડા તળાવ સાથે હાલોલ પાલિકા દ્વારા સિંધવાઈ માતાના તળાવે ગણેશજીની નાની મૂર્તિઓની વિસર્જન વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી કરવામાં આવી હતી.

હાલોલ પાલિકા દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ
પાવાગઢ સ્થિત વડા તળાવ ખાતે હાલોલ શહેરના અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવે છે, ત્યારે અહીં ભીડ ઓછી કરવા માટે અને નાની મૂર્તિના ગણેશજી તથા ઘરે સ્થાપના કરવામાં આવેલા ગણેશજીની પ્રતિમાઓની અલાયદી વ્યવસ્થા સિંધવાઈ માતાના મંદિરે આવેલા તળાવ ખાતે હાલોલ નગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. હાલોલ પાલિકા પ્રમુખ શિતલભાઈ પટેલે સ્થળ ઉપર જઈને કામગીરીની સમીક્ષા કરી હતી.

હાલોલ પાલિકા પ્રમુખે સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી
હાલોલ શહેરના લગભગ તમામ ગણેશજીને આજે ધામધૂમ સાથે વિદાય આપવામાં આવશે. સવારે આરતી-પૂજા બાદ બપોરે વિવિધ મંડળો દ્વારા ડીજેના તાલ સાથે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવશે. પાવાગઢ રોડ તરફ જવાનો માર્ગ વિસર્જન યાત્રાઓને લઈ એક માર્ગીય કરી દેવામાં આવશે. ત્યારે ગણેશજીના વિસર્જન કરવાની ભીડમાં જોડાયેલા ભક્તો સાથે યાત્રા નીકળવાની હોવાથી રાત્રે વિસર્જનમાં મોડું ન થાય અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન થઈ જાય તે માટે હાલોલ પાલિકા દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલોલ પાલિકા પ્રમુખે પાલિકાના કર્મચારીઓ અને ટીમ સાથે ઉભા રહી સમગ્ર વિસર્જન વ્યવસ્થા સારી રીતે થાય તેવું આયોજન કરી કામગીરી કરાવી હતી.

150 માણસોની ટીમ ખડે પગે તૈયાર રહેશે
​​​​​​​પાલિકા દ્વારા બંને તળાવ ખાતે 4 બોટ સાથે 35 તરવૈયાની ટીમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપરાંત 150 માણસોની ટીમ ખડે પગે તૈયાર રહેશે અને 3 મોટા હાઈડ્રો, 1 મોટી ક્રેન, એમ્બુલન્સ તથા 108 અને ફાયરફાયટર ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...