પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન:હાલોલ કાનૂની સેવા સત્તામંડળે પોક્સો એક્ટનું માર્ગદર્શન આપ્યું; વિદ્યાર્થીઓ કાયદાના જ્ઞાનથી માહિતગાર બને એ ઉદેશથી કાર્યક્રમ યોજાયો

હાલોલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલોલની વી.એમ. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં હાલોલ તાલુકા કાનૂની સેવા સત્તામંડળે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. કાનૂની સત્તાઓ અંગે બાળકોને માહિતી આપવામાં આવી હતી.

હાલોલની વી.એમ. સ્કૂલના અંગ્રેજી માધ્યમના બાળકોને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે એક શિબિર યોજી તેમાં પોક્સો એક્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં તાલુકા લીગલ એઇડ ક્લાર્ક દિનેશ પારગી સાહેબ તથા એડવોકેટ જીજ્ઞા આર ત્રિવેદી, શોભા દુબે, રૂદ્રેશ ત્રિવેદી, કે ડી મલેક, સોનુ પ્રજાપતિ, ધવલ પારેખ, નીલ પરમાર સહિત લોકોએ પોક્સો એક્ટ સંદર્ભે શાળાના બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વી.એમ શાળાના પ્રિન્સીપાલ, તથા શિક્ષકોએ વકીલ મંડળનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...