પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની કડક કાર્યવાહી:નિયમોનો ભંગ કરી હાલોલ GIDCમાં પ્લાસ્ટિકના ઝભલા બનાવતા યુનિટો ઝડપાયા; 75ની બદલે 10 અને 20 માઇક્રોનનું ઉત્પાદન કરાઈ રહ્યું હતું

હાલોલ10 દિવસ પહેલા

હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેરીબેગ બનાવતા યુનિટો ઉપર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ છાપો મારી પ્લાસ્ટિકની પાતળી કેરી બેગ બનાવતા ત્રણ યુનિટ ઝડપી કાર્યવાહી કરતા પ્રતિબંધ છતાં આવી કેરીબેગ ઉત્પાદન કરતા પ્લાસ્ટિક ઉધોગકારોમાં ફફડાટ ફેલાયો છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેંનેજમેન્ટના સુધારાયેલા નવા નિયમો મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડિટીનું ઉત્પાદન, આયાત, સ્ટોક, વિતરણ, અને વેચાણ અને ઉપયોગ કરવા ઉપર 01' જુલાઈ '2022 થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય ની નોટિફિકેશન બાદ લેવામાં આવેલ આ નિર્ણય પછી રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતી કેટલીક ચીજ વસ્તુઓ ના ઉત્પાદનથી વપરાશ સુધીની તમામ પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કેરીબેગ (ઝભલા)ની જાડાઈ 50 માઇક્રોનથી વધારી 75 માઈક્રોન કરવામાં આવી હતી
હાલોલ ઔદ્યોગિક વસાહતમાં 700થી વધુ યુનીટોમાં પ્લાસ્ટિક કેરી બેગ ઉત્પાદન થતું હતું, નવા નિયમનું અમલીકરણ થતા જ લગભગ યુનિટો બંધ થયા છે, તો કેટલાક યુનિટો સરકારની ગાઈડલાઈન મુજબ 75 માઇક્રોનનું ઉત્પાદન કરી રહ્યા છે. ગત વર્ષે ઓકટોબર 2021થી આ કેરીબેગ (ઝભલા)ની જાડાઈ 50 માઇક્રોનથી વધારી 75 માઈક્રોન કરવામાં આવી હતી. અને આગામી 2023થી આ 75 માઇક્રોનની જાડાઈની કેરીબેગ નું ઉત્પાદન બંધ કરી 120 માઇક્રોન કરવાની પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

કેટલાક યુનિટો હજી પણ સક્રિય
નવા નિયમ મુજબ ઉત્પાદકોએ ગત વર્ષે 50 માઇક્રોન સુધીના પ્લાસ્ટિક ઝભલાઓનું ઉત્પાદન કરવાનું હતું છતાં હાલોલના લગભગ યુનિટોમાં 20 માઇક્રોનની નીચેની પ્લાસ્ટિક કેરીબેગ બનાવતા હતા. જેથી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા યુનિટો ટપોટપ બંધ થઈ ગયા હતા, છતાં કેટલાક યુનિટો આજે પણ ચોરી છુપી 10 અને 20 માઇક્રોન ના પ્લાસ્ટિક ઝભલા બનાવી રહ્યા હતા. ગઈ કાલે જીપીસીબી ના અધિકારીઓ ને માહિતી મળતા ત્રણ યુનિટો ઉપર છાપો મારી નવા નિયમો નો ભંગ કરી પાતળા પ્લાસ્ટિક ના ઝભાલા ભાવતા યુનિટો ઝડપી પડ્યા છે, એક યુનિટ માં તો 10 માઇક્રોન ના પ્લાસ્ટિક ઝભલા બનાવવામાં આવી રહ્યા હતા, અને અન્ય બે યુનિટ માં 20 માઇક્રોન ના ઝભલા નું ગેરકાયદે ઉત્પાદન ચાલી રહ્યું હતું.

નિર્ધારિત જમીનનની બહાર બેફામ ઉત્પાદન થઈ રહ્યું હતું
​​​​​​​
જીપીસીબી ના અધિકારીના જણાવ્યા મુજબ પકડાયેલા ત્રણ યુનિટ પૈકી એકની પરવાનગી જીઆઇડીસી હોવા છતાં જીઆઇડીસીની બહાર મશીન રાખી કોઈ પણ જાતની મંજૂરી વગર યુનિટ ઉભું કરી ગેરકાયદે પ્રવૃત્તિ કરાઈ રહી હતી. ડિસેમ્બર માસ સુધી 75 માઇક્રોનની નીચેના પ્લાસ્ટિક બેગ ઉત્પાદન કરતા તમામ યુનિટો બંધ કરાવવા કાર્યવાહી થશે, અને જાન્યુઆરી 23 થી 120 માઇક્રોન ની જાડાઈવાળા જ પ્લાસ્ટિક બેગ ઉત્પાદન કરવાના રહેશે.

GPCB આક્રમક એક્શન મોડમાં
સરકારે અને જીપીસેબી એ તમામ યુનિટોને આ નવા નિયમો મુજબ ઉત્પાદન કરવા જણાવવામાં આવ્યું છે, અને મશીનરી અપડેટ કરવા માટે સમય પણ આપ્યો છે, હવે વધુ સમય નહીં આપવામાં આવે નિયમ મુજબ ઉત્પાદન ન કરવું હોય તો યુનિટ બંધ કરી દો અથવા મશીનરી 120 માઇક્રોન સુધીનું ઉત્પાદન કરે તેવી વસાવી લો નહીં તો આવા ગેરકાયદે ઉટોળાં કરતા તમામ યુનિટો સીલ મારી દેવાના મૂડ માં જીપીસીબી છે.

અન્ય સમાચારો પણ છે...