પંચમહાલ જિલ્લા એલસીબી શાખાએ તા.27 ઓગષ્ટ 2018ના રોજ રાજગઢના પાંચ પથરા ગામ પાસેથી લૂંટ કરવા નીકળેલ દાહોદ જિલ્લાની લૂંટારું ગેંગના 4 સભ્યો કાળું ઉર્ફે કાળિયો બાદરભાઈ ઉ.26 .રહે આંબલી ખજૂરીયા ગરબાડા દાહોદ, વિનોદ રૂમાલ પલાસ ઉ.20 રહે આંબલી ખજૂરીયા, ગદેસિંગ ભારતભાઈ પલાસ ઉ.22.હે આંબલી ખજૂરીયા તથા ચેતનભાઈ સમસુભાઈ બારીયા ઉ.23 રહે ગરબાડા દાહોદને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા હતા.
તથા નાસી છૂટેલા દિનુભાઈ કાળીભાઈ પલાસ અને દિલીપ હરુભાઈ ભાભોર સહિતના આરોપીઓનો અડાદરામાં મકાનમાં લૂંટ કરવાનો પ્લાન હોવાની કબૂલાત કરતા રાજગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
પોલીસે તપાસ કરી જરૂરી પુરાવા સાથે ઘોઘંબા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસ સેસન ટ્રાયબલ હોય હાલોલના પાંચમા એડિશનલ સેસન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એલ.આર. શેઠની ધારદાર દલીલો બાદ જજ એસવી શર્માએ ચારેય આરોપીઓને કસૂરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદ અને સજા સાથે એક આરોપી દીઠ રૂા. 5000નો દંડ અને દંડ ન ભરેતો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.