ફૂટ માર્ચ:હાલોલ શહેર પોલીસે મુસ્લિમ તહેવાર પહેલા લઘુમતી વિસ્તાર નજીક ફૂટ પેટ્રોલિંગ કર્યું

હાલોલ2 મહિનો પહેલા

હાલોલ નગર ખાતે હાલમાં ચાલી રહેલા મુસ્લિમોના પવિત્ર પર્વ એવા મોહરમને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જાડેજાએ હાલોલ શહેર પોલીસ સ્ટાફ સાથે શહેરમાં ખાસ કરી લઘુમતી વિસ્તાર નજીક ફ્રુટ પેટ્રોલિંગ કર્યું હતું.

શાંતિ જાળવવાની અપીલ
હાલોલ માં મુસ્લિમો દ્વારા સોમવાર અને મંગળવારે ઉજવાનાર મહોરમ અને બે દિવસ પછી હિંદુઓના તહેવાર રક્ષાબંધન સહિતના આગામી તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ કોમી ભાઈચારા સાથેની ભાવના વચ્ચે યોજાય અને નગર ખાતે કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવો વિના નગર ખાતે આગામી મહોરમ, રક્ષાબંધન સહિતના તહેવારો નગરજનો શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવા નગરના રાજમાર્ગો સહિત મુસ્લિમ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...