હાલોલ જીઆઇડીસીમાં આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકની 75 માઇક્રોન થી ઓછા માઈક્રોનની કેરીબેગ બનાવતા યુનિટો ઉપર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓ છાપો મારી પ્લાસ્ટિકની પાતળી કેરી બેગ બનાવતા ત્રણ યુનિટ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલોલ ઔદ્યોગિક વસાહતમાં 700 થી વધુ યુનિટોમાં પ્લાસ્ટિક કેરીબેગ ઉત્પાદન થતું હતું, નવા નિયમનું અમલીકરણ થતા જ લગભગ યુનિટો બંધ થવાને આરે છે, તો કેટલાક યુનિટો સરકારની ગાઈડલાઈન મુજબ 75 માઇક્રોનનું ઉત્પાદન કરી રહ્યા છે. ગત વર્ષે ઓકટોબર 2021 થી આ કેરીબેગ (ઝભલા)ની જાડાઈ 50 માઇક્રોનથી વધારી 75 માઈક્રોન કરવામાં આવી હતી. અને આગામી 1 જાન્યુઆરી 2023 થી આ 75 માઇક્રોનની જાડાઈની કેરીબેગનું ઉત્પાદન બંધ કરી 120 માઇક્રોન કરવાની પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નવા નિયમ મુજબ ઉત્પાદકોએ ગત વર્ષે 50 માઇક્રોન સુધીના પ્લાસ્ટિક ઝભલાઓનું ઉત્પાદન કરવાનું હતું. છતાં હાલોલના લગભગ યુનિટોમાં 20 માઇક્રોનની નીચેની પ્લાસ્ટિક કેરીબેગ બનાવતા હતા. જેથી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા યુનિટો ટપોટપ બંધ થઈ ગયા હતા. છતાં કેટલાક યુનિટો આજે પણ ચોરી છુપી 10 અને 20 માઇક્રોન ના પ્લાસ્ટિક ઝભલા બનાવી રહ્યા હતા.
પોલ્યુશન કન્ટ્રોલ વિભાગ દ્વારા ત્રણ કંપનીઓમાંથી ઓછા માઇક્રોન ની કેરી બેગ બનાવતા ઝડપાઇ જતા કંપનીમાંથી સેમ્પલો સાથેનો રીપોર્ટ ગાંધીનગર મુખ્ય કચેરી ખાતે મોકલી આપ્યો હોવાનું હાલોલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.
વર્ષ 2023 ની શરૂઆતમાં જ સરકારના નવા નિયમો મુજબ 120 માઇક્રોનનુજ ઉત્પાદન કરાશેના નિયમોને લઈ થોડા દિવસો પહેલાજ પ્લાસ્ટિક યુનિટોના માલિકો અને યુનિટોમાં કામ કરતા કામદારો એ કંપનીઓ બંધ થઈ જશે તો રોજી રોટી નો મોટો પ્રશ્ન સર્જાશેની ભીતિ સેવી જીઆઇડીસીમાં ભેગા થઈ સરકાર 75 માઇક્રોનનો નિયમ યથાવત રાખે તેવી માંગ સાથે સરકાર સામે રજુઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.