હાલોલ GIDCમાંથી દારૂ ઝડપાયો:ગોધરા LCBએ એક ગોડાઉનમાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા, મુખ્ય બે આરોપીઓ ફરાર

હાલોલ23 દિવસ પહેલા

હાલોલ તાલુકાના મસવાડ ગામે જી.આઈ.ડી.સી. વિસ્તારમા આવેલ એક ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આઈ.કે.બાયો એનર્જી કંપનીની સામે આવેલ એક ગોડાઉનમા અમદાવાદના ઇસમે રાજસ્થાનના ઇસમ સાથે મળી દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને બંને ઈસમો તેને સગે વગે કરવાની તૈયારીમાં હતા.

રોહીત ઉર્ફે કાંતીલાલ રત્નાજી ઉર્ફે રતીલાલ મારવાડી સેન રહે. હાલ 601.બી સાયોના અરાઈઝ દાસ્તાન સર્કલની બાજુમા એસ.પી. રીંગ રોડ નિકોલ અમદાવાદ શહેર મુળ રહે. ગામ તવાવ તા.જશવંતપુરા જી.ઝાલોર રાજસ્થાન તથા હીતેશકુમાર હજારીરામ રહે.કલબીવાસ મંડાર સીરોહી રાજસ્થાનના બંન્ને ઈસમોએ ભેગા મળી હાલોલના ઉપર જણાવેલા ગોડાઉન ખાતે મોટા પ્રમાણમા ઈગ્લીંશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને નોકરો મારફતે સગેવગે કરવાની તૈયારી કરી રહ્યા છે તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા બાતમીવાળી જગ્યાએ રેઈડ કરાવતા પ્રોહી મુદ્દામાલ મળી આવતા બે આરોપીઓને પકડી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કબજે કરેલ મુદ્દામાલ

  • મેકડોલ્સ નં.1 કલેકશન વ્હીસ્કીની પેટીઓ નંગ-69 જેમાં બોટલો નંગ-828 કિ.રૂ.2,39,292
  • રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કીની પેટીઓ નંગ-22 જેમાં બોટલો નંગ-264 કિ.રૂ.71,280
  • ઓલ સેશન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કીની પેટીઓ નંગ-8 જેમાં બોટલો નંગ-96 કિ.રૂ.30,240
  • મોબાઈલ ફોન નંગ-2 કી.રૂ.10,000

ઝડપાયેલ આરોપીઓના નામ

  1. શંકરલાલ વૈજાભાઈ વડેરા રહે. ઝોલાવટ વડેરા ફળીયું તા.બાગીડોરા જી.બાસવાડા રાજસ્થાન
  2. રાજેશ ઉર્ફે સુનીલ બાપુલાલ વડેરા રહે. ઝોલાવટ વડેરા ફળીયું તા.બાગીડોરા જી.બાસવાડા રાજસ્થાન

વોન્ટેડ આરોપીઓનુ નામ

  1. રોહીત ઉર્ફે કાંતીલાલ રત્નાજી ઉર્ફે રતીલાલ મારવાડી (સેન) રહે. હાલ 601.બી સાયોના અરાઈઝ દાસ્તાન સર્કલની બાજુમા એસ.પી. રીંગ રોડ નિકોલ અમદાવાદ શહેર મુળ રહે. ગામ તવાવ તા.જશવંતપુરા જી.ઝાલોર રાજસ્થાન
  2. હીતેશકુમાર હજારીરામ રહે.કલબીવાસ મંડાર સીરોહી રાજસ્થાન

ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...