લોકડાયરામાં ભીડ જામી:ઘોઘંબાના ગણેશોત્સવમાં આખી રાત સંગીતની રમઝટ જામી; 'જાનું મેરી જાનેમન બચપન કા પ્યાર'ના ગાયક કમલેશ બારોટ રહ્યાં હજર

હાલોલ18 દિવસ પહેલા

ધોધંબામાં કોબ્રા ગ્રુપ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શ્રી ગણેશજીએ યોજાયેલા સંતવાણી અને લોકડાયરાની મોજ માણવા જનમેદની ઉમટી પડી હતી. પ્રસિદ્ધ ટીમલી ગાયકોના કંઠે આદિવાસી ફોલ્ક ગીતોને માણવા આવેલ ગામડાઓના હજારો દર્શકો વહેલી સવાર સુધી ઉઠ્યા નહીં એટલે ગીતોની રમઝટ પણ વહેલી સવાર સુધી ચાલુ રહી હતી.

ગઈકાલે ઘોઘંબાના કોબ્રા ગ્રુપના ગણેશ મંડળે રાત્રે સંતવાણી અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવાની જાહેરાત બાદ અહીંના સ્થાનિક કલાકારોને જોવા અને માણવા ગ્રામ્ય વિસ્તારના લોકો જ નહીં શહેરી લોકોમાં ભારે ઉત્સાહ હતો. રાત્રે 10 વાગ્યે આજુબાજુના ગામડાઓમાંથી લોકો ડાયરા સાથે પોતાના કલાકારોના કંઠે ટીમલી અને આદિવાસી ગીતોને માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

લોકડાયારામાં 'જાનું મેરી જાનેમન બચપન કા પ્યાર' ગીતના ગાયક કમલેશ બારોટ ઉપરાંત જગદીશ રાઠવા, રાકેશ રાવલ, પારુલ રાઠવા, અને વિદુર રાઠવા જેવા સ્થાનિક કલાકારો કે જેમણે આદિવાસી સંગીતને જીવંત રાખતી ટીમલીઓના ગીતો ગાઈ અહીંના સ્થાનિક લોકોમાં ભારે લોકચાહના મેળવી છે. તેવા કલાકારોને ઉપસ્થિતિ વચ્ચે ગામડાઓમાંથી મોટી ભીડ જામી હતી. રાત્રે 10 વાગ્યે શરૂ થયેલો કાર્યક્રમ જામ્યો હતો. રાત્રે 2 વાગ્યે પણ દર્શકોની ભીડ ઉઠવાનું નામ ન લેતા કલાકારો પણ જોશમાં આવી જતા વહેલી સવાર સુધી સત્સંગ, ભજન, લોકગીતો, ટીમલીઓની રમઝટ ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...