હાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે જયદ્રથસિંહ પરમારને પક્ષના જ કેટલાક આગેવાનો ના અસંતોષ વચ્ચે પુનઃ આ બેઠક ઉપર ઉમેદવારી કરવાની તક મળી છે. ત્યારે પક્ષ દ્વારા ટિકિટ મળતા આજે જયદ્રથસિંહ પરમાર પરિવાર સાથે મહાકાળી માતાજીના મંદિરે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પહેલા તાજપુરા નારાયણ બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પછી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના શિખર ઉપર ધજા ફરકાવી હાલોલ બેઠક ઉપર પણ ભાજપ અને પોતાની વિજય પતાકા લહેરાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
જયદ્રથસિંહ પરમાર પરિવાર સાથે માતાજીના દર્શને
વિધાનસભા 2022ની ચૂંટણીઓના ઉમેદવારોની ભાજપે જાહેરાત કર્યા બાદ પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ચાર ધારાસભ્યોને પુનઃ તક આપવામાં આવી છે. ત્યારે આ બંને બેઠકોના જાહેર થયેલા ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયાના કામે લાગી ગયા છે. હાલોલ બેઠક ઉપરથી ભાજપે જેને પુનઃ તક આપી છે, તે જયદ્રથસિંહ પરમાર પોતાનું નામ જાહેર થતા જ અહીંના મોટા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ઈશ્વર આશીર્વાદ મેળવી રહ્યા છે.
પાવાગઢ મંદિરના શિખરે ધજા ચડાવી
તાજપુરા નારાયણ ધામના આશીર્વાદ મેળવી જયદ્રથસિંહ પરમાર પોતાના પરિવાર સાથે પાવાગઢ મહાકાળી મંદિરના શિખરે ધજા ચડાવી હતી અને મહાકાળી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના દર્શન કરી ધજાની પૂજા કરી માતાજીની પ્રદક્ષિણા કરી હતી. સાથે હાલોલ બેઠક ઉપર કમળ ખીલે અને પોતાની વિજય પતાકા લહેરાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.