ગરનાળું શરુ કરવા માગ:કાલોલ રેલવે ટ્રેક પાસે ગરનાળુ બંધ હોવાથી વાહનચાલકો પરેશાન; વિદ્યાર્થીઓ ટ્રેક ઓળંગી જોખમી રીતે પસાર થવા મજબૂર

હાલોલ23 દિવસ પહેલા

કાલોલ અને ડેરોલ સ્ટેશન વચ્ચે પસાર થતી બ્રોડગેજ લાઈન ઉપર બનાવવમાં આવતા ઓવરબ્રિજની કામગીરી વર્ષોથી ખોરંભાઇ છે, ત્યારે કાલોલ તરફના લોકોને ડેરોલ ગામ, સમાં, જંત્રાલ, ડેરોલ સ્ટેશન, ખંડોળી, પાંડુ, ઉદલપુર અને સવાળી તરફના ગામોમાં જવા-આવવા ત્રણ કિલો મીટરનો ફેરો મારવો પડે છે. સ્થાનિક લોકો રેલવે ટ્રેક નીચે બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગરનાળુ બનાવવમાં આવ્યું છે, જે રેલવે વિભાગ ની કામગીરીને કારણે શરૂ કરવામાં નહીં આવતા રોજિંદી અવાર જવર રેલબે ટ્રેક ઉપરથી કરવામાં આવી રહી છે.

કાલોલ તરફ ના અનેક ગામડાઓના વિદ્યાર્થીઓ પણ સ્વ જોખમે રેલવે ટ્રેક ઓળંગી ડેરોલ તરફ આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ગરનાળુ આજે ગ્રામજનોએ ખોલીને અવરજવર શરૂ કરતાં રેલવે વિભાગે પુનઃ બંધ કરી દીધું હતું. કોઈ રાજકીય નેતા નારિયેળ ફોડી ગરનાળામાંથી અવર જવર શરૂ કરાવે તેની રાહ જોવાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેકની આજુબાજુ સૌરક્ષણ દીવાલ બનાવવમાં આવી રહી છે એ દીવાલની કામગીરી આજે ગરનાળા પાસે આવી જતા આ દીવાલ ટ્રેક ઉપરથી હાલ ચાલતી અવાર જવર બંધ કરી દેશે, જેનાથી અનેક લોકો અને વિદ્યાર્થીઓએ ચાર કિલોમીટર ફરીને અવર જવર કરવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે, માટે ગામ લોકોએ ગરનાળામાંથી અવાર જવર શરૂ કરતાં રેલવેની કામગીરી કરી રહેલા ઇજારદારે ગરનાળુ બંધ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...