જાંબુઘોડાની ઐતિહાસિક ધરોહર:ગઢીનો કિલ્લો સારસંભાળ ના અભાવે ખંડેરમાં ફેરવાયો, ઐતિહાસિક વિરાસતનું જતન કરાય એ જરૂરી છે

હાલોલ5 દિવસ પહેલા

ગઢીનો કિલ્લો સારસંભાળ ના અભાવે ખંડેરમાં ફેરવાયો, ઐતિહાસિક વિરાસતનું જતન કરાય એ જરૂરી છે

જાંબુઘોડા ખાતે આવેલ ચાર બુરજ ધરાવતો ઐતિહાસિક ગઢીનો કિલ્લો સારસંભાળને અભાવે ખંડેર બની ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઐતિહાસિક ધરોહરની કાળજી લેવાય તે જરૂરી બન્યું છે. જાંબુઘોડા ખંડિયા સ્ટેટ માં આવેલ બ્રિટિશ સામ્રાજ્ય માં બનાવવામાં આવેલો આ ઐતિહાસિક વારસો નામશેષ થવાની આરે ઉભો છે.

જાંબુઘોડા નો વિસ્તાર ઓગણીસ મી સદીમાં બ્રિટિશ શાસન દરમ્યાન ગાયકવાડ ના તાબા હેઠળ આવેલું ખંડિયું સ્ટેટ હતું જાગીરદારી થી સાલીયાનું આપી જાગીરદારી દ્વારા ચલાવવામાં આવતા આ વિસ્તાર નું નારુંકોટ મુખ્ય મથક હતું. સમયાંતરે અહીં ના આદિવાસી નાયકો માં બ્રિટિશ શાસન પ્રત્યે ભારે રોષ ફેલાતા અહીં વિદ્રોહ શરૂ થયો હતો, આદિવાસીઓ દ્વારા ગોરીલા લડાઈ થી છાપા મારી આજુબાજુના વિસ્તારો ઉપર ભારે ધાક જમાવી હતી. નારું રાજા ના સ્થાનક નારુંકોટ ઉપર મધ્યપ્રદેશ ના ધાર વિસ્તાર ના આક્રમણકારોએ આક્રમણ કરી આ રાજ્ય આદિવાસીઓ પાસે થી જીતી ને જાંબુઘોડા તેની રાજધાની બનાવી હતી.

બ્રિટિશ હુકુમત તેઓનું લસ્કર ગાયકવાડ રાજધાની માંથી અન્યત્ર મોકલતા ત્યારે તેઓની સલામતી માટે જાંબુઘોડા પાસે વિશાળ મેદાન માં એક કિલ્લા નું બાંધકામ કરવામાં આવ્યું હતું, ઘોડાર સહિત ની અનેક જવાનો ને રહેવા સહિત ની સુવિધાઓ વાળો ચાર બુરજ નો કિલ્લો અને કિલ્લા માંથી યુદ્ધઅભ્યાસ કરી શકાય તેવી વ્યવવસ્થા અને કોઈ નાનું લસ્કર કિલ્લા ને ભેદી ન શકે તેવું બાંધકામ ઓગણીસ મી સદી માં બ્રિટિશ હુકુમત દ્વારા કરવામાં આવ્યું હતું. કિલ્લામાં પાકી જેલ પણ બનાવવામાં આવી હતી.

ઓગણીસ ની સદી માં વિપ્લવ પહેલા અહીં ફાટી નીકળેલા વિદ્રોહ ને તાત્યાટોપે એ ચિનગારી લગાવી હતી અને નર્મદા કાંઠેના વિસ્તારમાંથી તે પોએ અહીં આવી આદિવાસીઓને માર્ગદર્શન આપ્યું હતું. તાત્યા ટોપે અહીં અંગ્રેજ હુકુમાત ના હાથે પકડાતા અહીં ફાંસી આપવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે. એક સમયે આ વિસ્તાર માં આદિવાસીઓનો રંજાડ વધી ગયો હોય તેવું લાગતા અને સ્થાનિક ખંડિયા જાગીરદાર તેઓ ઉપર અંકુશ ન મેળવી શકતા ગાયકવાડનું લસ્કર અહીં રાખવામાં આવ્યું હતું. જો કે તે પણ જંગલ વિસ્તારમાંથી થતી ગોરીલા છાપેમારી સામે લાચાર જણાતા બ્રિટિશ હુકુમતે અહીં સશસ્ત્ર લસ્કર મુકવાની ફરજ પડી હતી અને અંગ્રેજ સાશન સામે ઉભો થયેલો વિદ્રોહ ડામી દેવામાં આવ્યો હતો.

2003 સુધી કિલ્લાની અંદર પોલીસ મથક ચાલતું હતું
20મી સદી ના મધ્યે આઝાદી મળતા જાંબુઘોડા નો કિલ્લો જાગીરદાર પરિવાર પાસે ગયો હતો જે સમય જતાં સરકારી દફતરે ગયો હતો અહીં દિવાની અને ફોજદારી કોર્ટ ચાલતી હતી તો કિલ્લામાં જ આઝાદી પછી પોલીસ ચોકી પણ બનાવવામાં આવી હતી. છેક 2003 સુધી અહીં કિલ્લા ની અંદર પોલીસ મથક ચાલતું હતું, અને અહીં આવેલી રૂમો ને પોલીસ ક્વાર્ટર તરીકે ઉપયોગ કરાતો હતો. તો નવું બાંધકામ કરી ટ્રેઝરી ઓફિસ પણ ત્યાંજ ચલાવવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...