સુવિધા:ગાંધીનગરથી માંચી વોલ્વો એ.સી. બસ શરૂ કરાતા યાત્રાળુઓમાં ખુશી છવાઇ

હાલોલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર થી માચી વોલ્વો બસનુ પાવાગઢ માચી ખાતે પૂજા અર્ચના  બાદ બસનું પ્રસ્થાન કરાવાયુ - Divya Bhaskar
ગાંધીનગર થી માચી વોલ્વો બસનુ પાવાગઢ માચી ખાતે પૂજા અર્ચના બાદ બસનું પ્રસ્થાન કરાવાયુ

ગુજરાત એસટી વિભાગ દ્વારા પાવાગઢ આવતા જતા યાત્રાળુની સુવિધાને લઈ ગાંધીનગર થી માચી સુધીના લાંબા રૂટની પ્રથમ વખત વોલ્વો 3 સીટર એસી બસ ની સુવિધા શરૂ કરાતા યાત્રાળુઓમાં ખુશી પ્રસરી જવા પામી છે. પાવાગઢમાં આશરે 500 વર્ષ બાદ માતાજીના નવીન શિખર મંદિર બન્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરાયા બાદ પાવાગઢ મંદિરની આસ્થા સાથે બ્રાન્ડ બની જતા હવે રોજ બરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢ આવી રહ્યા છે. સપ્તાહના શની-રવિવારે એક થી દોઢ લાખ જેટલા યાત્રાળુઓની અવર જ્વર થાય છે.

મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને લઈ સ્થાનિક પોલીસ સહિત વહીવટીતંત્રને પસીનો પડી જાય છે. ત્યારે ગાંધીનગર, અમદાવાદ,વડોદરાથી પાવાગઢ માચી સુધી દર્શન માટે આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા વોલ્વો બસની સેવા શરૂ કરાઇ છે. જેનું પાવાગઢ માચી ખાતેથી એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતમાં ધાર્મિક પૂજા વિધિ બાદ વોલ્વો બસને ગાંધીનગર જવા રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...